________________ તત્વજ્ઞાનપૂર્ણ બહેનની વાણી સાંભળી મહાત્માઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા. હૃદય દ્રવીત કરી નાખે એવી વિકટ પરિસ્થિતિમાં કેવી અડોલ મનઃસ્થિતિ ! ભલભલા શૂરવીરોને શરમાવે એવી ભવ્ય ખુમારી ! યોગી મહાત્માઓની સમાન કહી શકાય એવી અદ્ભૂત સ્થિતપ્રજ્ઞતા ! મોટા ચમરબંધીઓને ઢીલા કરી નાખે એવી કેવી પોલાદી મર્દાનગી ! ખરેખર ! આ બાઈએ તત્વજ્ઞાન પામીને પરિણમાવ્યું છે. શાસ્ત્રનો, કર્મનો બોધ માત્ર કંઠસ્થ કે હૃદયસ્થ જ નહીં, પણ આત્મસ્થ કર્યો છે. આને તો સંસારી છતાં સાધક જ કહી શકાય, બહારથી ગરીબી છતા જ્ઞાનનાં ખજાનાથી અમીર જ કહી શકાય. બાહ્ય પરિસ્થિતિનો સ્વીકાર કરી આત્માનાં એક પ્રદેશમાં પણ તેની સ્પર્શના ન થવા દેવી, એ એક ઉચ્ચ કોટીની સાધના જ કહી શકાય. ધન્ય આ સુશ્રાવિકાને ! ધન્ય તેની સહનશીલતાને ! ધન્ય તેની મર્દાનગી અને ખુમારને ! અંતે रानी हो या अस्वनि, दुःख रहित न कोय ज्ञानी वेदे धैर्यसे, अज्ञानी जन रोय // * * * * * ..113..