________________ અક્કડ દિવાલ ઊભી થઈ ગઈ કે ભવિષ્યની કોઈ કલ્પનાનું કિરણ પણ પ્રવેશી શકે નહીં. ખૂંખાર યુદ્ધની તૈયારી થઈ ચુકી છે. યા હોમ કરીને કુદવાનું છે. રાજાને જીવતો કેદ કરવો છે. ગમે તેવા ગલીચ રસ્તા અપનાવીને પણ રાજાને પરાસ્ત કરવો છે. ઘમસાણ યુદ્ધ શરૂ થયું. લાશો ઢળવા લાગી. જોતજોતામાં રાજા જીવનકેદ થઈ ગયો. મંત્રીશ્વરની મુરાદ સફળ થઈ. હવે સવાલ હતો રાજાને શું શિક્ષા કરવી ? ફાંસી ? તો તો એક મિનિટમાં ખેલ ખલાસ થઈ જાય. હવે તો રાજાને ધોળે દિવસે તારા દેખાઈ જાય, નિર્નિમિત્ત મારા કરેલા અપમાનનું ભાન થઈ જાય, રીબાઈ રીબાઈને રાજા મરે, એવી કડકમાં કડક શિક્ષા કરવી છે. મંત્રીશ્વર રસાલા સાથે રથમાં બેઠા, રાજાને રથની પાછળ દોરડાથી લટકતો બાંધ્યો. સારથીને આજ્ઞા કરી, શક્ય એટલી ચીલ ઝડપે રથ દોડાવ. બર્બરતા ભરી ક્રૂર શિક્ષા સાંભળી રાજા મૂછિત થઈ ગયો. પણ હવે બચાવનો કોઈ વિકલ્પ ન હતો. માફી માંગવાથી પણ મંત્રીના અંતરમાં સળગતો વૈરનો દાવાનળ શાંત થાય તેમ ન હતો. હવે તો હસતાં કે રોતાં સહન કરે જ છુટકો હતો. રથ ચાલ્યો, પથ કપાતો જાય છે ને પથરાળ માર્ગમાં અદ્ધર લટકતી રાજાની કાયા છોલાતી જાય છે. લોહીની શેરો છુટવા લાગી. માંસના લોંદા નિકળવા લાગ્યા. નરકની સાક્ષાત્ યાતના ભોગવતા રાજાના મુખમાંથી બ્રહ્માંડભેદી ચિચિયારીઓ નીકળવા લાગી. - હવે બચાવે કોણ ? કર્મ વિફરે છે ત્યારે રાજા મહારાજાઓના કેવા લોહીયાળ હાલ હવાલે કરી મૂકે છે તે જોવાની ખૂબી છે. રાજાની ચિચિયારીઓ સાથે મંત્રીનો આનંદ વધતો જાય છે. છાતી ગજગજ ફલે છે. મારું અપમાન કર્યું હતું, તે યાદ છે ને ? નિર્દોષ એવા મને દેશનિકાલ કર્યો હતો તે યાદ છે ને ? રાજન્ ! આ એજ તારો મંત્રી છે. મારા જીવનની સૌથી શ્રેષ્ઠ આનંદની ઘડી આ છે. વર્ષોની ધીરજની સાધનાનું આજે ફળ મળ્યું છે. મારા અંતરની આગ આજે શાંત થઈ રહી ...119...