________________ હોરાવવાની કેવી ઉત્કટ ભાવના! કર્મે આવા મહાન પુન્યાત્માઓને આવી ઝુપડપટ્ટીમાં કેમ ધકેલી દીધા એ જ સમજાતું ન હતું. દ્રવ્યથી જેટલી ગરીબાઈ જણાતી હતી, ભાવથી એટલી જ અમીરાઈ જણાતી હતી. તેમનાં ભાવ સાચવવા મહાત્માઓએ સંતોષકારક લાભ આપ્યો, બધા ખુશ થઈ ગયાં. ધર્મલાભ આપી બહાર નિકળતા મહાત્માની નજર એક છબી ઉપર પડી, જુવાનભાઈ હતા. સ્માર્ટ દેખાવડા હતા, છબીને સુખડનો હાર ચઢાવેલો હતો. મહાત્માઓને આ છબી જોઈ અસહ્ય ધ્રાસકો પડ્યો. કદાચ... કદાચ.. આ ભાઈ આ બાળકોના પિતા તો નહીં હોય ને ? કંઈક વિચારે કે પુછે તે પહેલા જ એક બાળક બોલી ઉઠ્યો, “મહારાજ સાહેબ ! આ અમારા પપ્પા છે. ભગવાને તેમને પોતાની પાસે બોલાવી લીધા છે. પપ્પા અમારી સાથે નથી. અમે તેમના ફોટાનાં રોજ દર્શન કરીએ છીએ. રોજ તેમને પગે લાગીએ છીએ. તેમના આશીર્વાદ મેળવીએ છીએ. પપ્પા હતા ત્યારે રોજ સાંજે અમારા માટે નવી નવી વસ્તુ લાવતા. પીપ્પર ચોકલેટ લાવતા, સરસ કપડાઓ લાવતા, ફળો લાવતા. ભગવાને અમારા પપ્પાને ઝુંટવી લીધા. હવે અમારી બધી જ સંભાળ અમારી મમ્મી રાખે છે. પહેલા મોટા ઘરમાં કાકા સાથે રહેતા હતાં. થોડા વર્ષોથી અહીં રહેવા આવ્યા છીએ. અમારી મમ્મી અમને બહુજ સારા રાખે છે. ખુબ સારી સંભાળ રાખે છે. જે માંગીએ તે તરત જ અપાવે છે.” બાળક બોલતો જાય છે. મા સાડીના છેડાથી મોઢું ઢાંકીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી જાય છે. ડુમો ભરાઈ ગયો છે, એક શબ્દ બોલી શકાય તેમ નથી. મહાત્માઓની આંખોમાંથી પણ રીતસરની આંસુ ધારા વહેવા માંડે છે. બાળકો માતાનો હાથ ખેંચી પુછે છે, મમ્મી તું રડે છે ? કેમ રડે છે ? પપ્પાને યાદ કર્યા એટલે રડે છે ને ? બસ હવે યાદ નહી કરીએ, તું શાંત થઈ જા, તું રોવાનું બંધ કર. છોકરાઓ પણ રડવા માંડ્યા. કોણ કોને શાંત રાખે ? કોણ કોને સાંત્વના આપે ? કોણ કોના ...108...