________________ બહેન અને છોકરાઓનો આગ્રહ અને ભક્તિ જોઈ મહાત્માઓ તેમના ઘરે ગયા. દસ x દસની અંધારી રૂમ, તેમાં જ રસોડું, તેમાં જ બાથરૂમ, તેમાં જ કબાટ, તેમાં જ પલંગ, માળીયામાં Waste હજીરો ભરેલો હતો, પવન કે પ્રકાશને આવવા માટે કોઈ જ સ્થાન ન હતું. આમાં જ રહેવાનું, જમવાનું, સુવાનું, ભણવાનું, ઉઠવાનું, બેસવાનું બધું જ Setting આમાં જ કરવાનું હતું. રૂમ જોઈને મહાત્માને બીજો આઘાત લાગ્યો, હૃદય દ્રવી ગયું. બે પાંચ મિનિટ પણ કાઢવી અહીં અસહ્ય બને એમ છે. એવા બંધિયાર ઘરમાં અને ઉભરાતી ગટરો વચ્ચે આ પરિવાર આખી જીંદગી કઈ રીતે પસાર કરતો હશે ? પુછવા જેવું કશું હતું જ નહી. વાતાવરણ જ તે બધી પરિસ્થિતિનો બોલતો પુરાવો હતો. આશ્ચર્ય તો એ વાતનું હતુ કે હૃદય ચીરી નાખે તેવી વિકટ પરિસ્થિતિમાં બેનનાં અને બાળકોનાં મુખ ઉપર ગજબ પ્રસન્નતા તરવરતી હતી. પરિસ્થિતિની જાણે કોઈ અસર જ ના હોય. ગરીબીનો તેમને કોઈ અફસોસ ન હતો, બેકવર્ડ એરીયામાં રહેવાની કોઈ હીણપત ન હતી. જે કંઈ મળે, જેવું ખાવા-પીવા, પહેરવા, ઓઢવા, રહેવા મળે, તેનું દુઃખ ન હતું. તેમાં પૂર્ણ સંતોષ હતો. પરિસ્થિતિ કલ્પી ન શકાય તેવી વિકટ હતી, તો પ્રસન્નતા પણ કલ્પી ન શકાય તેવી ગજબની હતી. ઘરમાં જે આહાર પાણી હતાં તેની ભક્તિ પૂર્ણ હૃદયે બહેને વિનંતી કરી. સાહેબજી ! ઘર જોઈને સંકોચ નહી રાખતાં, અમને લાભ આપો, વર્ષે લાભ મળ્યો છે, અમને ફરી પાછો ક્યારે લાભ મળશે તે તો ભગવાન જ જાણે, ત્રણે છોકરાઓ પણ “સાહેબજી ! લો, સાહેબજી !! લો,” કરી આગ્રહ કરવા લાગ્યા. મોટા મોટા કરોડિપતિઓને ત્યાં જે ભાવ-પ્રેમ ન મળે તે ઉત્કૃષ્ટ ભાવોનાં દર્શન અહીં થતા હતાં. શક્તિ અને સામગ્રીના અભાવમાં પણ ...107...