________________ આંસુ લુછે ? મહાત્માઓનાં હૃદય પણ ભરાઈ આવ્યા હતા. કથળતા અવાજે મહાત્મા કહે- “બહેન ! ચિંતા ન કરો, સૌ સારા વાના થશે. થોડી કસોટી તો જીવનમાં આવે.” વાતાવરણ વધુ દુઃખદ, વધુ ગમગીન બનતુ હતું. થોડા સમય માટે સ્વસ્થ થઈ બહેન કહે, “હું બધું જ સમજું છું. કર્મગ્રંથોનો અભ્યાસ મે કર્યો છે. ઉદયમાં આવેલા કર્મો ભોગવવા જ પડે તે જાણું છું, પણ દુર્દેવ એવા કર્મો જે રીતે પતિને ઝુંટવી લીધો, જે કમોતે તેમનો ખાત્મો બોલાવ્યો તે અસહ્ય છે, યાદ આવે છે ને હૈયું ફાટી પડે છે. ઓફીસેથી સ્કુટર ઉપર આવતા હતા, સામેથી ટ્રકે ટક્કર મારી, તેમના શરીરના ફુરચે ફરચા ઉડી ગયા. દેખાવડો અને રૂપાળો બાંધો એક ક્ષણમાં માંસનો લોચો થઈ ગયો. બાજુમાં લોહીનું ખાબોચીયું થઈ ગયું. બધા જ અંગોપાંગ વેરવિખેર થઈ ગયા. તેમને ઓળખવા જેટલી ક્ષમતા પણ ન રહી. કાળની એવી થપાટ મારા પતિ ઉપર પડી કે તે દિવસ, તે દ્રશ્ય યાદ કરૂ છું ને કંપારી છૂટી જાય છે. ચાર દિવસ તો ખાવાનું ભાવતુ નથી. યુવાન વય, ત્રણ નાના બાળકો, જીંદગી આખી કાઢવાની, વિચારતા તમ્મર આવી જાય છે. આટલાથી કર્મને સંતોષ ના થયો. દાક્યા ઉપર ડામ દેવાનો બાકી હતો. પતિનું મૃત્યુ થતા દિયરની દાનત બગડી. ધંધામાં બંને ભેગા હતા. આવક સારી હતી. ખાધે પીછે સુખી હતા, પણ દિયરની દાનત બગડતા બધી સ્થાવર જંગમ પ્રોપર્ટી તેમણે પચાવી પાડી, અમને આ ઝુપડપટ્ટીમાં મોકલી દીધા, એક રૂપિયો આપવાની વાત નથી, મળવાની વાત નથી, અરે, છોકરાઓ માટે પણ ક્યારેય નાની મોટી વસ્તુ લાવવાની વાત નથી. ' પણ મન મનાવી લીધુ છે. આવી પડેલી વિકટ પરિસ્થિતિનો હિંમત અને પ્રસન્નતાથી સામનો કરૂ છું. કરેલા કર્મ ભોગવ્યા વિના ક્યાં છુટકારો છે ? આપનો ઘણો સમય લીધો, આપ ઉપાશ્રયે પધારો, અમારૂ તો ગાડું આમ જ ચાલશે.” .109...