________________ આવ્યા હતા, સુકોશલ મુનિને વાઘણે ફાડી નાખ્યા હતા, મહાવીર સ્વામીને સાડા બાર વર્ષ ઘોરાતિઘોર ઉપસર્ગો આવ્યા હતા, પાર્શ્વનાથ ભગવાનને દસ દસ ભવ સુધી કમઠના જીવે હેરાન કરવામાં કોઈ કચાશ રાખી ન હતી. મરણાંત ઉપસર્ગ વચ્ચે આ બધા મહાપુરૂષો દેહનું ભાન ભુલી આત્માની સમાધિમાં લીન બની ગયા હતા. દેહ તો નશ્વર છે. સડન-પાન ધર્મી છે. આજે નહીં તો કાલે નાશ પામવાનો જ છે. તેની પીડા તરફ દૃષ્ટિપાત કરીશ નહીં.” આ રીતે મનને સમજાવી દીધું. શરીરની એક એક નસ તુટતી જાય છે, સાથે સાથે કર્મોની નસો પણ તુટતી જાય છે. માંસના લોચાની સાથે પાપના લોચા પણ નિકળતા જાય છે. લોહિની ધારા સાથે દુઃખની ધારા પણ છુટતી જાય છે. “હે મન ! હે જીવ ! સમતા ચુકીશ નહીં.” આ પ્રમાણે મેતારજ મુનિએ મનને સમાધિમાં Fit કરી, અંતિમ આરાધના કરી, નિર્ધામણા કર્યા. સુકૃતોની અનુમોદના કરી, દુષ્કતોની નિંદા કરી, ચાર શરણનો સ્વીકાર કર્યો, મહાવ્રતોનું પુનઃઉચ્ચારણ કર્યું. શરીરની એક એક નસ ફટાકડાની જેમ ફટ ફટ અવાજ સાથે ફુટતી જાય છે. હાડકાઓના ભુક્કા થતા જાય છે, પણ મુનિ સમાધિસ્થ છે. શુભ ધ્યાનની ધારામાં આગળ વધતા એકક્ષણ એવી આવી કે જે ક્ષણે દેહ પડી ગયો, આયુષ્ય પૂર્ણ થઈ ગયું, સાથે કર્મો પણ સાફ થઈ ગયા. મુનિને કેવળજ્ઞાન થયું. અંતઃકૃત કેવળી થયા, આત્મકાર્ય સાધી લીધું. આ બાજુ કો'ક ડોસીએ લાકડાની ભારી માથા ઉપરથી જોરથી નીચે ફેંકી. પેલું કોચ પક્ષી ભારીનો અવાજ સાંભળી ફફડી ઉઠ્યું. ધ્રાસકાના કારણે વિષ્ટા દ્વારા જવલા બહાર આવ્યા. સોનીએ જોયા, તેના અચરજનો પાર ના રહ્યો. સાધુ ઉપર મેં કેવું ખોટું આળ મુક્યું, કેવા મરણાંત કષ્ટની એરણ ...104...