________________ Result ? પુન્યના અનુબંધો, સુખોની પરંપરા, ચિત્તની પ્રસન્નતા, સહજ સમાધિ. અંતે મુક્તિ. સુકાઘાસને લીલાઘાસની પરમાત્માની વાત મારા અંતરના પ્રદેશ પ્રદેશ કોતરાઈ ગઈ છે. લીલુઘાસ ખાઈ થોડી મજા માણી અગણિત જન્મ મરણના ચકરાવામાં મારે ફસાવું નથી. મહારાજા ! આ ચાલ્યો હું તો ચારિત્ર લેવા, દુનિયાની કોઈ તાકાત મને અટકાવી શકે તેમ નથી. મહારાજ શ્રેણિક તો તરવરીયા યુવકની તત્વસભર વાણી સાંભળતા જ રહ્યાં. મેતાર્યએ પ્રભુ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. અધ્યયન કરી જ્ઞાની બન્યા. આકરા તપ કરી તપસ્વી બન્યા. વર્ષો પછી પાછા આજ રાજગૃહીમાં પધાર્યા. માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યાના પારણે એક સોનીના ઘરે છોરવા ગયા. સોની શ્રેણીક માટે જવલા ઘડતો હતો. મહાત્માના દર્શને તે ગળગળો થઈ ગયો. જવલા ઘડતો ઉભો થઈ ગયો. તેને થયું, “આજ ફલ્યો ઘર આંગણે જી, વિણ કાળે સહકાર, જાણે અતર્મિત મેઘ વૃષ્ટિ થઈ, જાણે અકાળે આંબા ઉગ્યા, જાણે અકથ્યા કલ્પવૃક્ષ ને કામઘટ મળ્યા. ઉછળતે હૈયે આમંત્રણ આપી રસદાર મોદક વહોરાવ્યા, એ અરસામાં કોક કોચ પક્ષી આવી જવલાને ચણા સમજીને ગળી ગયું. ગળીને ઉડી ગયું. સાધુ છોરીને ગયા. સોની બહાર આવીને જુએ છે તો જવલા ગુમ. “કોણે લીધા હશે ? કોણ આવ્યું હશે ? સાધુ સિવાય તો કોઈનું આગમન થયું નથી, સાધુને જવલા શા કામના ? સાધુના વાઘામાં કોઈ શેતાન તો નહી હોય ને ? કંચન અને કામીનીના મોહમાં કોણ નથી ફસાતું?... નક્કી સાધુના જ કામ લાગે છે.” એમ વિચારી સાધુ પાછળ સોની દોડ્યો. | સોની કહે- “મારા જવલા સીધી રીતે આપી દો, નહી તો પરિણામ સારૂ નહીં આવે.” સાધુને થયું, સાચુ કહીશ તો આ સોની ક્રાંચ પક્ષીને ...102...