________________ રીબાઈને મરવું પડતું હોય તો બહેતર છે સુકા ઘાસમાં સંતોષ માનવો, બોકડાનો કરૂણ અંજામ જોયા પછી લીલુ ઘાસ સ્વપ્નમાં પણ ના ખપે.” ઉપસંહાર કરતા ભગવાન કહે છે, પુન્યયોગે પ્રાપ્ત થએલ સંસારની ભોગસામગ્રી એ લીલુ ઘાસ છે. જ્યારે કષ્ટસાધ્ય સાધનાજીવન સુકું ઘાસ છે. લીલુ ઘાસ ખાય તે તગડો થાય અને તગડો બોકડો વહેલો મરે. ભોગાસક્ત જીવો પાપથી તગડા થાય. પાપથી પુષ્ટ જીવો મોતના ભોગ વહેલા બને. સુકા ઘાસમાં સ્વાદ ભલે ના હોય, તુષ્ટિ પુષ્ટિ ભલે ના થાય. પણ મોતનો ભય નથી એ વાત નિશ્ચિત છે. ભૌતિક સુખના અભાવમાં બહારની દ્દષ્ટિથી જોતાં સાધનાજીવન નિરસ અને કર્કશ લાગે પણ મોતનો, અનંત જન્મ મરણની પરંપરાનો, ભય ત્યાં નથી એ વાત નિશ્ચિત છે. જ્યાં સ્વાદ અને પુષ્ટિ છે ત્યાં મોત છે. જ્યાં આજ્ઞાધીન નિરસતા, કર્કશતા, કઠોરતા છે ત્યાં અભય છે. શું જોઈએ, લીલુઘાસ કે સુકુઘાસ ? શું જોઈએ, ભોગ કે સાધના? દારૂણ મોતને સ્વીકારવાની તૈયારી હોય તો જ લીલાઘાસનાં આસ્વાદ માણવાનું સાહસ પરવડે, અનંતા મોતને સ્વીકારવાની તૈયારી હોય તો જ ભોગના ચટકા માણવાનું દુઃસાહસ પરવડે. લીલુઘાસ ખાવાની મજા થોડી, સજા અતિ દારૂણ. સુકુઘાસ ખાવાની સજા થોડી, Future માં શાંતિ-સમાધિ અપાર. રસોઈ સ્વાદીષ્ટ જોઈએ. કપડા Up to date જોઈએ, રહેણી કરણીનું Status High જોઈએ. હોટલમાં ગયા વગર ચાલે જ નહીં. હરવા ફરવા ગયા વગર ચેન પડે નહીં. ટૂંકમાં પુન્યયોગે મળતી બધી અનુકૂળતા, બધા ભોગો ભોગવી લેવા એ લીલાઘાસનું ભોજન છે. Result ? પુન્ય સાફ, પાપના ઢગલા, દુર્ગતિઓની ભેટ, જન્મ મરણની વેદના, સંસાર ભ્રમણ. જે મળે, જેવું મળે એવું ચલાવી લેવું. પ્રતિકુળતાને આવકારવી, અનુકૂળતાને ધિક્કારવી. અરસ નિરસ આહાર, ફાટેલા તુટેલા કપડા, ઝુંપડા જેવા ઘર, આ બધામાં સંતોષ પૂર્વક આનંદ માણવો, આ છે સુકુ ઘાસ. 101...