________________ તગડો બોક્કો વહેલો મરે પ્રભુ મહાવીર દેશનામાં કહી રહ્યા હતા. આ જીવન શુદ્ધ સાધના કરી સિદ્ધ થવા માટે છે. અગણિત જાનવરના જીવનો પછી આ કિંમતી અવતાર મળે છે. તેને કોડીના મૂલ્ય વેડફી ના નખાય. કર્મની જંજીરો તોડવાની છે. દેહની અભેદ્ય દિવાલો તોડવાની છે. અકર્મી અને વિદેહી બની મુક્તિની વિજયમાળા વરવાની છે. દેશના સાંભળી શ્રેષ્ઠીપુત્ર મેતાર્યનો આત્મા જાગી ગયો. સંસારની ભયાનકતા જાણી તે ફફડી ગયો. રૂવાડે રૂંવાડે વૈરાગ્યભાવ જાગૃત થયો. આજ સુધી કર્મની ગુલામી કરી, હવે ગુલામી ન પાલવે. આજ સુધીના અગણિત અવતારો કંચન અને કામીની પાછળ પાગલ બની ગુમાવ્યા, હવે આ પાગલપણું ના પાલવે. આજ સુધી શરીરને જ સર્વસ્વ માની તેની પુષ્ટિમાં કિંમતી જનમ ગુમાવ્યો, હવે આ દેહની આળપંપાળ ના પાલવે. આજ સુધી પરિજનોને સારા માન્યા, હવે આ બંધન ના પાલવે. ચારિત્રની સાધના દ્વારા શુદ્ધિ ના થતી હોય તો જીવન વ્યર્થ છે. રાજા શ્રેણિક કહે છે, “બેટા ! તું કોમળ છે. ચારિત્ર કઠણ છે. અનુકૂળતાઓની રેલમછેલ વચ્ચે તું ઉછર્યો છે. ચારિત્ર જીવન પ્રતિકુળતાઓથી ઠાંસી ઠાંસીને ભરેલું છે. અહીં પાણી માંગે દૂધ મળે છે ત્યાં પેટનો ખાડો પૂરવા ઘેર ઘેર ભિક્ષા માંગવાની છે. અહીં નોકર-ચાકરોની ફોજ સેવામાં તૈનાત છે, ત્યાં માંદગીમાં પણ કો'ક સગા મળશે કે કેમ ? સવાલ છે. ચારિત્ર તારા જેવા માટે દુષ્કર છે. દુઃસાધ્ય છે. મેતારજ કહે, “મહારાજા ! વાત આપની સાચી છે, પણ પરમાત્માની દેશનામાં આજે એક દ્રષ્ટાંત સાંભળ્યું, તેનાથી મારો આત્મા હલબલી ગયો છે. પ્રભુએ કહ્યું, એક કસાઈને ત્યાં ગાય-વાછરડું છે. બકરો પણ છે, કસાઈ ગાય અને વાછરડાને સુકુ ઘાસ ખાવા આપે છે અને બકરાને લીલુછમ ઘાસ ખાવા આપે છે. *99...