________________ મર્યાદા એ બંધન નથી સરદાર વલ્લભભાઈ પટેલના અવસાન બાદ તેમના ભાઈ વિઠ્ઠલભાઈનો પત્રકારોએ Interview લીધો. તમારા ભાઈ સાથે જીવનભર રહ્યા. તેમના જીવનના આદર્શો વિષે ટુંકમાં તમારો અભિગમ શું છે ? વિઠ્ઠલભાઈ માટે જવાબ આપવો કઠિન હતો. તેઓ કહે, “સરદારના ઉચ્ચ જીવનઆદર્શોને જુજ શબ્દોમાં કંડારવા અશક્ય છે, છતાં એક વાત કહું, જેના ઉપરથી તેમની જીવન શુદ્ધિનો ખ્યાલ આવશે. મારી હયાતિમાં મેં ક્યારે પણ ભાઈ અને ભાભીને સાથે વાતો કરતા જોયા નથી.” કેટલી માર્મિક વાત ! મોટા ભાઈ એટલે પિતા સમાન, તેમની હાજરીમાં ભાઈ-ભાભી વાત કરતા પણ સંકોચાય. કેવી આર્યદેશની ઉચ્ચ મર્યાદા ! ઘરે ઘર આ મર્યાદા દેવીનું પૂજન થતું. સસરા કે મોટા ભાઈ (જેઠ વિ.) વિ.ની હાજરીમાં પુત્રવધુ બહાર આવી શકતી નહીં. આવવું જ પડે તો મોઢે ઓજલ પડદાથી માથું પુરેપુરૂ ઢાંકીને જ, માત્ર ધાર્મિક પુરૂષો જ નહીં રાજ પુરૂષો પણ આ મર્યાદા પાળતા, તેથી જ દેશ સમૃદ્ધ અને આબાદ હતો. સદાચારી હતો. આજે એકવીસમી સદીના નામે મર્યાદાઓનું છડેચોક લીલામ થઈ રહ્યું છે. વિકાસના નામે વ્યભિચારે માઝા મુકી છે. સમયની સાથે રહેવાના નામે પશ્ચિમનું જાનવરીયું જીવન ઘરે ઘરમાં ઘુસી ગયું છે. સરદારની વાતો Out of Date થઈ ગઈ છે. ભાઈ-બહેનના નામે ભવાડા થાય છે. વિદ્યાર્થીશિક્ષિકાઓના પવિત્ર સંબંધો પણ કલંકિત થવા લાગ્યા છે. પડોશી અને સગા સંબંધીઓના નેજા હેઠળ કુવાસનાઓ સંતોષતા વરૂઓના ટોળાઓ કીડીયારાની જેમ ઉભરતા જાય છે. | Free Life ના નામે ઘરે ઘરમાં કુવાસનાનો દાવાનળ ભભુકી ઉઠ્યો છે. T.V. વિડીયો, કેબલો, ચેનલો, સેક્સી સાહિત્ય, કુમિત્રો, બ્લ પ્રિન્ટો વિગેરે આ દાવાનલમાં ઘી પુરવાનું કામ રાત-દિવસ કરી રહ્યા છે. પરિણામ *.. ...