________________ લાખમી ગાયનું દૂધ ચક્રવર્તી પીવે. કેવું રગડા જેવું હશે ! કેવું પૌષ્ટિક હશે ! માત્ર ચક્રવર્તી જ આ દૂધ પી શકે. બીજા પીવાનું સાહસ કરે તો આંતરડા ફાટી જાય. આ તો સેમ્પલ રૂપે દુધની વાત થઈ. ચક્રવર્તીની તમામ ભોગસામગ્રી ઉત્કૃષ્ટ હોય. જાણે તે ભોગસામગ્રી તેના માટે જ નિર્માણ થઈ ન હોય. બીજાનું તે ભોગવવાનું ગજુ નહી. ઘડીના છઠ્ઠા ભાગમાં રામશરણ થઈ જાય. હવે મૂળ વાત.. આવી અનુત્તર સમૃદ્ધિ, અનુપમ સુખ, એકછત્રિય સામ્રાજ્ય, અલૌકિક ભોગ વચ્ચે પણ ભરત મહારાજા વિરક્ત હતા. શાસ્ત્રકારોને કહેવું પડ્યું. “ભરતજી મન હી મે વેરાગી'' માનવામાં ન આવે એવી વાત છે, અપાર ભોગોના કાદવ વચ્ચે કમળવત્ અલિપ્ત રહેવું એ ખાંડાની ધાર પર ચાલવા જેવું કપરૂ છે. - જ્યારે ભરતજી, ચક્રવર્તીના સિંહાસન ઉપર આરૂઢ થતા, ત્યારે નિયુક્ત કરેલ ભાડુતી માણસો તેમને ચોટદાર ત્રણ વાક્યો કહેતા, વૈરાગ્યનો દિવડો પ્રજવલિત રહે, મન ભોગની ભુલભુલામણીમાં અટવાઈ ના જાય એ હેતુથી માત્ર ત્રણ વાક્ય સાંભળવા માટે જ ભાડુતી માણસો રાખ્યા હતા. પ્રથમ વાક્ય કહેતા કે “ભય વધતે” અર્થાત્ રાજન્ ! ભય વધે છે. દુનિયામાં કોઈ નાનો દુશ્મન પણ બચ્યો નથી. ચાર દિશાના અંત સુધીનું અખંડ સામ્રાજ્ય છે એને વળી ભય શેનો ? ભય વધે છે પરલોકનો, ભય વધે છે કર્મનો, છ ખંડનું રાજ કરવામાં ક્યા પાપ ના કરવા પડે ? શુ સાચું ખોટું ન કરવું પડે ? ક્યા આરંભ સમારંભ અને હિંસા ન થાય ? આ બધા પાપો ઉદયમાં આવશે ત્યારે શું થશે ? .... આ મોટો અંદરનો ભય વધે છે. બીજું વાક્ય કહેતા “જિતો ભવા” રાજન્ ! તું જીતાઈ ગયો છે... બહારની દુનિયામાં જેને કશું જીતવાનું રહેતું નથી તે કોનાથી જીતાયો છે? રાજન્ ! તું તારા કષાયોથી પરાજીત છે. 98 ભાઈઓ દીક્ષિત થઈ પ્રભુ ઋષભના ચરણમાં નિર્ભય થઈ ગયાં. તને સામ્રાજ્યનો - સત્તાનો ...81...