________________ દ્રષ્ટિ વિશાળ તો વિશ્વ વિશાળ એક શિકારી પોતાના શિકારી કુતરા સાથે શિકાર કરવા જંગલમાં ગયો. કુતરુ ભુખ્યું થયું હતું. સામે એક હરણ દેખાયું. હરણ અને કુતરા બંનેની દ્રષ્ટિ મળી, બંનેની ભાષા એકબીજાને સમજાઈ ગઈ. કુતરો સમજી ગયો કે આ મારૂ ભક્ષ્ય છે. હરણ સમજી ગયું કે આ મારો ભક્ષક છે. શિકારી માટે પણ આ મજાની Game હતી. કુતરો છલાંગ મારી દોડ્યો. હરણે પણ ગાંડી દોટ મુકી. હરણ આગળ, કુતરુ પાછળ.... ત્રણ ચાર કિ.મી. સુધી Racing થઈ, છતાં બે વચ્ચેનું અંતર ના ઘટ્યું. અંતે હરણ સુરક્ષિત ઝાડીમાં લપાઈ ગયું. કુતરો વિલે મોઢે હાર સ્વીકારી પાછો ફર્યો. માલિક કુતરાને કહે, “કેમ હારી ગયો ? ખેલદીલીપૂર્વક કુતરાએ ચોટદાર ઉત્તર આપ્યો, “માલિક ! હું પેટ ભરવા માટે દોડતો હતો, હરણ પ્રાણ બચાવવા માટે દોડતું હતું. આથી જ હરણ પાસે જાદુઈ Speed આવી ગઈ હતી. આ છે મારા પરાજયનું અસાધારણ કારણ...” કુતરાની વાત કેટલી કિંમતી છે ! પેટ માટે દોડનાર ક્યારેય સફળ થતા નથી, જ્યારે પ્રાણ માટે દોડનાર ક્યારેય નિષ્ફળ જતા નથી. પેટ ભૌતિક જગતનું પ્રતિક છે. પ્રાણ આધ્યાત્મિક જગતનું પ્રતિક છે. જીવનના જંગમાં આપણે આઘળી દોટ મુકી છે, પણ દુઃખની વાત એ છે કે આ દોટ પેટ પ્રેરિત છે. પ્રાણ પ્રેરિત નહી. જો તે પ્રાણ પ્રેરિત હોત તો વણકલ્પી દિવ્ય ચેતનાના તેમાં દર્શન થતા હોત. સંસારીની દોટ પેટ પ્રેરિત છે. સંતોની દોટ પ્રાણ પ્રેરિત છે. આથી જ સસારી જીવનમાં જીવનના અને અજંપો - અસ્થિરતાનિષ્ફળતા અને હતાશા ભરપુર બહુધા દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે સંત જીવન ફુર્તિ, સંતોષ, સ્થિરતા અને સફળતા ભરપૂર જોવા મળે છે. જીવન રમતનું કુંડાળું આપણું બહુ નાનું છે. “હું અને મારૂં” નું નાનું સર્કલ બનાવી તેમાં ગોળ ગોળ દોડવામાં જ જીવન સમાપ્ત થઈ જાય છે. 88....