________________ -છોકરી સ્વછંદ બની જાય તો માતા-પિતાના શા હાલ થાય ? સૈનિકો જ કટકી ખાઈને ફુટી જાય તો સેનાપતિ કે રાજાની કેવી દુર્દશા થાય ? શિષ્ય શિથિલ બની મર્યાદાઓ તોડે તો ગુરૂની કેવી કફોડી સ્થિતિ થાય? પત્નિ બેવફા બને તો પતિ કેવો બેહાલ બને ? ટૂંકમાં, આશ્રિતવર્ગની વફાદારી એટલે સ્વામીની સર્વતોવ્યાપી આબાદી અને આશ્રિતવર્ગની બેવફાઈ એટલે સ્વામીની સર્વતોવ્યાપી બરબાદી... લૌકિકક્ષેત્રે સેવકની વફાદારીનો મોટો લાભ સ્વામીના ફાળે જાય છે. જ્યારે લોકોત્તરક્ષેત્રે આ વફાદારીનો લાભ સ્વામીને નહી સેવકને પોતાને જ મળે છે. ભક્ત ભગવાનને જેટલો વફાદાર એટલો પારમેશ્વરી કૃપાનો ભોક્તા બને. શિષ્ય ગુરૂને જેટલો આજ્ઞાંકિત એટલો ગુરૂની પ્રસન્નતાનો પાત્ર બને. પારમેશ્વરી કૃપા અને ગુરૂની પ્રસન્નતાથી જીવન ન્યાલ થઈ જાય. નેપોલિયનના સૈનિકો જો તેને આટલા વફાદાર રહી શકે તો આપણે પરમાત્માની આજ્ઞાને વફાદાર કેમ ના રહી શકીએ ? ગુરૂની ઈચ્છાને આધિન કેમ ના રહી શકીએ ? બાકી તો - લોભી ગુરૂ ને લાલચુ ચેલા નરકની વારે ઠેલંઠેલા... * * * * * ...94...