________________ ક્ષેત્ર કોઈ પણ હોય, વિકાસનો મંત્ર છે વફાદારી સર નેપોલિયનને પૂછવામાં આવ્યું, તમારી એકધારી જીતનું સબળ કારણ શું ? તમારી સફળતાની યશકલગી કોના શીરે ચઢાવો છો ? તમારો will Power? અપાર સામગ્રી ? દુશ્મનોની નિર્બળતા ? સૈનિકોની શક્તિ ? પૈસાનું જોર ? રાજકીય કુટનિતિ ? કયું તત્વ કામ કરે છે ? નેપોલિયન કહે, “મારી જીતનું અસાધારણ કારણ છે, મારા સૈનિકોની મારા પ્રત્યેની વફાદારી... આજ્ઞાંકિતતા...” મારા સૈનિકો મને ભગવાન માને છે. મારી આજ્ઞાને જીવનનું સર્વસ્વ માને છે. મારા બોલને સાચા કરવા પ્રાણની પરવા કરતા નથી. અંધારા કુવામાં ઝંપલાવવાનું કહું તો પણ વિચાર કરતા નથી. ધોળા દિવસને અંધારી રાત કહું કે અંધારી રાતને ધોળો દિવસ કહું તો O.K. જ કરે છે. Argument કરતા નથી. પાંચ હજાર દુશ્મનનો સામે માત્ર પચાસ સૈનિકોને લડવા મોકલું તો પણ હિંમતભેર દોડે છે. વાઘના મોઢામાં હાથ નાખવાનું કહું તો પણ ગભરાતા નથી. અરે, પાણીમાંથી દોરડા બનાવવાનું ફરમાન કરૂં તો ય વગર વિચાર્યે દોરડા બનાવવા બેસી જાય છે. પાણીમાંથી દોરડા કેમ બને? ધોળા દિવસને રાત કઈ રીતે કહેવાય? એ બધો વિચાર અમારે નહિં કરવાનો, એ બધુ બોસ જાણે. અમારે તો માત્ર બોસ કહે એ કરવાનું... મારા વ્હાલા સૈનિકોની અણિશુદ્ધ વફાદારી જ મારી જીતનું કારણ છે. તેમની આજ્ઞાંકિતતા, મારા પ્રત્યેનો તેમનો વિશ્વાસ જોઈ મારી શક્તિ હજાર ગણી વધી જાય છે, અને દુશ્મન રાજાઓના ફડચે ફડચા બોલાઈ જાય છે.” નેપોલિયનની વાત ઘણી ઉંચી છે. દુનિયામાં હર કોઈ ક્ષેત્રે સેવકની વફાદારી સ્વામીની સફળતાનું અમોઘ બીજ છે. દુકાનનો નોકર વિશ્વાસઘાતી બને તો ધંધાની શું હાલત થાય ? ઘરના ઘરઘાટી રામાની દાનત બગડે તો ? ઘરના કેવા હાલ હવાલ થાય ? વિદ્યાર્થી ઉદ્ધત અને ઉશૃંખલ બને તો માસ્તરની શી દશા થાય? ઘરના છોકરા ...93...