________________ દ્રષ્ટિ જ ટુંકી હોય તો પગ લાંબો શું થાય ? વિચારધારા ટુંકી હોય તો વિરાટ યાત્રા શું થાય ? * સ્કુલ જવાના ચોર એવા એક બાળકને મા-બાપ હાથે પગે ટાઈટ દોરડા બાંધી સ્કુલે પધરાવી આવતા. એકવાર ઘર પાસેથી ઠાઠડી જતી જોઈ એ બાળકે પુછ્યું, “પપ્પા ! આને ક્યાં લઈ જાય છે ?" પપ્પા : “મસાણમાં,” “ત્યાં શું કરશે ?" ચિતા ઉપર ચઢાવી બાળી નાંખશે !" “તને આ ઠાઠડી જોઈ શો વિચાર આવ્યો ?" પિતાએ પુછ્યું. બાળક કહે, “મને એમ કે એને ય સ્કુલે લઈ જાય છે.” જોઈ બાળકની દ્રષ્ટિ ! મનમાં સ્કુલ રમતી હોય એટલે બધે સ્કુલ જ દેખાય. * એક બાળક કહે, “મારા બે મામા છે, એક મામા સારા છે, બીજા સારા નથી.” મેં પૂછ્યું, “કેમ ! એક લાડ લડાવતા હશે ? ને બીજા સાલમપાક આપતા લાગે છે. એટલે આમ કહે છે ?" બાળક કહે, “એમ નથી, પણ પહેલા મામા માંગતાની સાથે સ્કુટરની ચાવી આપી દે છે, બીજા એવા છે કે રોઈ રોઈને અડધા થઈ જઈએ તો ય ન જ આપે.” જોયું ! દ્રષ્ટિમાં સ્કુટર છે, એટલે સ્કુટર આપે તે સારા, બીજા નકામાં... આપણે પણ આ સિમિત દ્રષ્ટિના સીમાડામાં જ છીએ. સાંસારિક સ્વાર્થપૂર્તિના રમકડા આપણે સાધ્ય છે. તે સ્વાર્થવૃત્તિ જેનાથી થાય તે આપણું સાધન, તે આપણા ભગવાન, બાકી બધા દુશ્મન, બાકી બધા પરાયા, નકામા. હૃદયમાં કોતરી રાખવા જેવી વાત છે કેવિકાસને ઝડપ સાથે નિસ્બત નથી, નિસ્બત છે સાચી દિશા સાથે. મુસીબત એ છે કે ઝડપ આપણી પાસે પાર વગરની છે પણ દિશા અવળી છે. સ્વાર્થના કોચલામાંથી બહાર આવી દ્રષ્ટિ વિરાટ બનાવીએ. ...91...