________________ પાણી પીધું નથી, કોઈની સાથે એક શબ્દ બોલ્યો નથી, કોઈનું મોઢું જોયું નથી, એક અલાયદી રૂમમાં “રામ”, “રામ” ના સ્મરણમાં ભાન ભુલી ગયો. આખી દુનિયા ભુલી ગયો. જીવન મરણની ભેદરેખા પણ ભુસાઈ ગઈ. શરીર અને આત્માનો ભેદ પણ વિલીન થઈ ગયો.” એકનાથ કહે, “અને એ આનંદ કેવો હતો ?' ભાઈ કહે, “વર્ણનાતીત, અવાચ્ય, તેના માટે કોઈ શબ્દ નથી. અનુભવગમ્ય એ આનંદ હતો. મારી સિત્તેર વર્ષની જીંદગીમાં અઢળક સમૃદ્ધિઓના ખડકલા વચ્ચે કે અનુપમ ભોગોની રેલમછેલ વચ્ચે પણ જેના એક બિંદુ જેટલી પણ જે સુખની અનુભૂતિ થઈ નથી એવો વિશિષ્ટ આનંદ હતો. અગોચર સુખ હતું.” એકનાથ કહે, “હવે તમારે તમારા પ્રશ્નના જવાબની જરૂર છે ખરી?” ભાઈ કહે, “વસ્તુઓ અને વ્યક્તિઓની શૂન્યતામાં જ દિવ્ય સુખ સમાયેલું છે.” જે સુખ મે સ્વયં માપ્યું છે. આજ સુધી હું માનતો હતો કે જેટલી સમૃદ્ધિ વધારે, જેટલો માન મોભો વધારે, જેટલો પરિવાર વિશાળ, એટલો માણસ સુખી, પણ આજે મારી ભ્રમણા ભાંગી છે, દિવ્ય સુખની અનુભૂતિ સાથે દિવ્ય જ્ઞાન પણ લાધ્યું છે. હવે જવાબની જરૂર નથી. આધ્યાત્મિક જગતની ચોવીશ કેરેટની વાસ્તવિકતા છે કે જે ખાલી થાય છે તે ભરાય છે. જે છોડે છે તે પામે છે. જ્યાં બધુ છે ત્યાં કશું જ નથી. જ્યાં કશુ નથી ત્યાં બધુ જ છે. જે દોડે છે તે કદાપી પહોંચતો નથી. જે અટકે છે તે પહોંચ્યા વિના રહેતો નથી. જે કામનાઓને પુરે છે તે દુઃખી છે. જે કામનાઓને ચરે છે તે જ સુખી છે. જે સન્મુખ છે તે ખોટે રસ્તે છે. જે પરમુખ છે તે સાચે રસ્તે છે. જે મેળવવા મથે છે તે હારે છે. જે પ્રયત્ન શૂન્ય છે તે જીતે છે. સુખને ઝંખનાર દુઃખી થાય છે. સુખને છોડનાર સુખી થાય છે. દુઃખના ખાડાથી દુર ભાગનાર તે દુઃખના ઊંડા ગર્ભમાં જ ધકેલાઈ જાય છે. દુઃખને આવકારનાર દુઃખ મુક્ત થઈ આનંદના શિખરે પહોંચે છે. ...86...