________________ અને મસ્તી પાછળનું રહસ્ય શું છે ?" એકનાથ કહે એ વાતનો જવાબ પછી મળશે. હાલ તો મારા જ્ઞાનમાં દેખાય છે કે તમારૂ આઠમા દિવસે મોત છે, માટે સાધના કરવી હોય તેટલી કરી લો. આ વાત સાંભળીને ભાઈને તો ધ્રુજારી ચઢી ગઈ, સંતો અન્યથા ના ભાખે, આઠ દિવસમાં મોત ! અંધારા આવી ગયાં. ઘરે ગયો, બધાને વાત કરી, ખાવા પીવાનું છોડ્યું, પહેરવા ઓઢવાનું છોડ્યું, નાહવા ધોવાનું છોડ્યું, વહેવારો છોડ્યા, વાતો ચિતો છોડી, હરવા ફરવાનું છોડ્યું, ઘરવાળાને કહી દીધું, મારી પાસે કોઈ આવશો નહી, મને કોઈ બોલાવશો નહી. અલાયદા રૂમમાં બારણું અંદરથી બંધ કરી “રામ” નામની રટણમાં લાગી ગયો. આખી જીંદગીની સાધના આઠ દિવસમાં કરવાની છે, અનંત ભાવિને આઠ દિવસમાં ઘડવાનું છે. સંસારની તમામ માયાઓથી સહજ અલિપ્ત થઈ ગયો. દેહનું પણ ભાન ભુલી ગયો, રાત દિવસનું ભાન ન રહ્યું. બસ... રામ... રામ... રામ.. ચોવીસ કલાકની અખંડ ધુન, જપ, જાપ. આઠમાં દિવસે એકનાથ પાસે આવ્યો, મોઢા ઉપર મોતના ભયને બદલે આનંદની છોળો ઉછળતી હતી. નિરાશાના બદલે તેજઝગારા મારી રહ્યા હતા. જીવવાની તમન્ના નથી, મોતનો ભય નથી, પરલોકની ચિંતા નથી, દુનિયાને છોડી જવાનો વસવસો નથી. કહો સંતજી ! આજે આઠમો દિવસ છે. કેટલા વાગે યમરાજની સવારી આવે છે ? તેમનું સ્વાગત કરવા સહર્ષ તૈયાર છું. પ્રત્યેક શબ્દમાં નિર્ભયતા સૂચક વજનદાર રણકાર ભરેલો હતો. એકનાથ કહે- “મોત આવવાનું હતું પણ “રામ” નામની અખંડ ધુનના પ્રભાવે પાછું ઠેલાઈ ગયું. હવે ઘરે જઈને મજા કરો, પણ મારે એક વાત પૂછવી છે કે તમે આઠ દિવસ શું કર્યું ? શું ખાધું પીધું ? શું પહેર્યું -ઓઢયું ? શું મોજ મજા કરી ? ભાઈ કહે, “કશું જ નહીં, આઠ દિવસમાં એક દાણો ખાધો નથી, ...85...