________________ રીતે Polish થઈ શકે જ નહીં ? ઓહ ! સંસારના તમામ પદાર્થો ક્ષણિક છે. નાશ પામવાના સ્વભાવ વાળા જ છે, તો તેના ઉપર મોહ શું કરવો? મોહ કરવો એ એક જાતનું ગાંડપણ જ છે. સરકતા પારાને પકડી શકાય નહી તેમ ક્ષય પામતા પદાર્થોને પકડી શકાય નહી. બધુ અનિત્ય, મારો આત્મા જ નિત્ય, બધુ ક્ષણિક, મારો આત્મા જ સ્થિર, બધુ નાશવંત, મારો આત્મા જ અજર, અમર, આ ભાવના ભાવતા ભરતને તે જ ક્ષણે કેવળજ્ઞાન થઈ જાય છે. એકાએક આ દિવ્ય જ્ઞાન થયું નથી. તેની પાછળ વર્ષોની વૈરાગ્યમય આંતર સાધનાનું Backing હતું જ. અંદર ઘરબાયેલ જ્ઞાનનો દિવડો આજે સૂરજ બનીને પ્રકાશમાન થયો છે. અંદર હોય તો જ બહાર આવે. અણુબોમ્બનો વિસ્ફોટ વૈજ્ઞાનિકોની વર્ષોની સાધનાનું પરિણામ છે. આત્મજ્ઞાનનો વિસ્ફોટ વૈરાગીઓની વર્ષોની સાધનાનું પરિણામ છે. ભરત મહારાજા જેવો વૈરાગ્યભાવ પ્રાપ્ત થાય.' એવી ભાવના રોજ સવારે ઉઠીને ભાવીએ તો એક દિવસ આપણા જીવનમાં વૈરાગ્યનો દીપક જરૂર દિપ્યમાન થશે. અંતે.... જીવનની ભુલભુલામણીમાં, રખે, બાપુ ! ભુલો પડતો, જજે શેર-સો જીવનપંથે સીધો ઈતિહાસને ઘડતો. * * * * * ...83...