________________ સંસારમાં રહી વૈરાગ્યનો દિવડો ટગમગતો રાખે તે મહામાનવ સંસારી જીવનમાં મજેથી જીવવા રાગની મુડી જોઈએ. સાધના જીવનમાં મજેથી જીવવા વૈરાગ્યની મુડી જોઈએ. વૈરાગ્ય એટલે ભૌતિક જીવનની ભ્રામકતાનો પર્દાફાશ, વૈરાગ્ય એટલે સત્ય-અસત્યની ભેદરખાનો સાક્ષાત્કાર, વૈરાગ્ય એટલે ઈન્દ્રિયને ગમતા વિષય પ્રત્યે ધિક્કાર-તિરસ્કારભાવ, વૈરાગ્ય એટલે ભોગવાદની આંધળી દોડ ઊપર પૂર્ણવિરામ, વૈરાગ્ય એટલે સાનુકુળ વ્યક્તિઓ અને વસ્તુઓને લાત મારી પ્રતિકુળતામાં આનંદ ઉભો કરવાની કળા, વૈરાગ્ય એટલે આત્મિક આનંદની અનુભૂતિ કરવાની તીવ્ર ઘેલછા, વિરક્ત આત્મા પુદ્ગલથી પરમાત્મા તરફ વળેલો હોય છે. શક્તિથી ભક્તિ તરફ વળેલો હોય છે. ભોગ છોડી યોગમાં ડુબેલો હોય છે. આ લોક કરતાં પરલોક તરફ ઝુકેલો હોય છે. આવા વિરક્ત આત્માઓ મોટે ભાગે સાધનાની કેડી પકડી આત્મસાધનામાં લાગી જાય છે, પણ ક્યારેક સમય કે સ્થિતિ પ્રતિકુળ હોય તો સાધનાના માર્ગે જેઓ જઈ શકતા નથી તેઓ સંસારમાં રહીને સાધનાની કેડીઓ કંડારતા હોય છે. સત્તાના સિંહાસનો હોવા છતાં મોહ તો હોતો નથી પણ કાંટાળુ સિંહાસન ક્યારે છુટે એમ ઝંખતા હોય છે. સમૃદ્ધિની છોળો તેમને ઉદ્ધત કે ઉચ્છંખલા બનાવતી નથી. ભોગના લપસણીયા પગથીયા તેમને લલચાવી શકતા નથી. સાધનાના બજારમાં વિરક્તાત્માઓ ઘણા મળી આવે છે, પણ સંસારની મોહક જાળીઓમાં ફસાયા પછી અલિપ્ત રહેનારા કો'ક વિરલા જ હોય છે. ભરત ચક્રવર્તી આમાના એક છે. જેઓ ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. 60 હજાર વર્ષ સુધી વિજયયાત્રા કરી છ ખંડ સાધ્યા હતાં. તમામ શત્રુ રાજાઓને શરણે કર્યા હતા. ચક્રરત્ન મળી ગયું હતું. ચક્રવર્તીપણું મળ્યું *.79...