________________ સુખ સમૃદ્ધિનો મૂલાધાર છે “આશીર્વાદ માત્ર જીવન જીવવા શ્વાસની મુડી જોઈએ, પણ સુખી અને સમૃદ્ધ જીવન જીવવા આશીર્વાદની મુડી જોઈએ. આશીર્વાદ એક દિવ્ય તત્ત્વ છે. તેના પ્રભાવની કોઈ સીમા નથી. આશીર્વાદ જેણે મેળવ્યા તેની જીવનનૈયા રેતીમાંય સડસડાટ દોડવાની. અભિષાપ જેણે મેળવ્યા તેની નૈયા પાણીમાં ડુબી જવાની. રૂપિયા હશે તો સુખની સામગ્રી ખરીદી શકાશે, આશીર્વાદ હશે તો સુખની સામગ્રી ભોગવી શકાશે. આશીર્વાદ Purchase કરવા માટેની કોઈ Shop આ દુનિયામાં નથી, આશીર્વાદ અપાવે એવું કોઈ ચલણ પણ આ દુનિયામાં નથી. તે Unpurchasable - unsellable છે. આશિષ પામવા બીજાની આંતરડી ઠારવી પડે. જે રીતે ઠરતી હોય તે રીતે ઠારવી પડે, બીજાના અંતરને પ્રસન્ન કરવું પડે. ગુરૂનો પડતો બોલ ઝીલી તેમને ખુશ કરી શકાય, વડીલનું કહેણ શિરોમાન્ય કરી તેમની પ્રસન્નતા વધારી શકાય, ડોશીમાને ગરમાગરમ શીરો ખવડાવી તેમના મન જીતી શકાય, અંધને તેના ઈષ્ટ સ્થાને પહોંચાડી તેનું અંતર જીતી શકાય. વૃદ્ધ માતા-પિતાની તનતોડ સેવા કરી તેમને આત્મસંતોષ આપી શકાય, વિદ્યાદાતા શિક્ષકનો વિનય કરી તેમની મહેર મેળવી શકાય. ફુટપાથ ઉપર ભીખ માંગતા ભિખારીના Bowl માં આઠ આના કે રૂપિયો નાખી તેને ખુશ કરી શકાય. ભુખ્યા ગરીબોના પેટમાં રોટલા નાખી તેમના અંતર ઠારી શકાય, હોસ્પિટલમાં દર્દીની પીડાથી કણસતા દર્દીઓને ફૂટ ખવડાવી તેમને શાંતિ આપી શકાય. આ બધા છે, આશીર્વાદ પામવાના નુસખાઓ. ધાર્યા આશીર્વાદ અપાતા નથી, કે ધાર્યા આશિષ મેળવી શકાતા પણ નથી. આશીર્વાદ આપવા-મેળવવાની પ્રક્રિયા સહજ છે. દિવ્ય છે. અદશ્ય છે. અંત તત્વની આપ-લે સ્વરૂપ છે. તે જાણવી ગહન છે. 64.