________________ છે, એટલે ગુરૂ સારા લાગવા, ગુરૂ પ્રત્યે ઉત્કટ બહુમાનભાવ કેળવવો, એજ ચારિત્ર જીવનનો સાર છે. ગુરૂના મનની પ્રસન્નતા સાચવવામાં, તેમના વચનની આજ્ઞા પાળવામાં જ ચારિત્ર છે. આ એક ગુણ આવ્યો તો બાકીની સાધના આપોઆપ સહજ વધતી જશે. - લૌકિક ક્ષેત્રે પણ જોવા મળે છે કે સૈનિકો સેનાપતિની આજ્ઞા પાળવામાં પોતાના પ્રાણની પણ પરવા કરતા નથી. “યા હોમ કરીને યુદ્ધમાં ઝંપલાવી દે છે, તો લોકોત્તર ક્ષેત્રે કેવી આજ્ઞાપાલકતા જોઈએ ? ઉઘાડે પગે લાંબા લાંબા વિહારો કરવા, માથાના વાળ હાથેથી ખેંચી કાઢવા, ઘેર ઘેર ભિક્ષા માંગવી, ઉગ્ર તપ-ત્યાગ કરવા, એ ખાંડાની ધાર રૂપ ચારિત્ર નથી. ગુરૂની ઈચ્છા મુજબ વર્તવું. આપણા મનને તેમના મનમાં ભેળવી દેવું. તેમને પૂર્ણ સમર્પિત રહેવું. તેમની પૂર્ણ પ્રસન્નતા સાચવવી, તેમની આજ્ઞાનું અણીશુદ્ધ પાલન કરવું એ ખાંડાની ધાર પર ચાલવા રૂપ ચારિત્ર છે. પ્રશ્ન થાય છે કે, ગુરૂના પ્રગટ દેખાતા દોષો સામે આંખ મીચામણા કઈ રીતે થઈ શકે ? તેનો ઉત્તર છે કે, પ્રેમીને પ્રેમીકા ઉપર પૂર્ણ પ્રેમ હોય ત્યારે પ્રેમિકાના હયાત એવા પણ દોષો લેશમાત્ર દેખાતા જ નથી, કારણ ? પ્રેમનું કામ છે ગુણ દર્શન કરવાનું. પ્રેમ ઘણો છે એટલે ગુણો જ એટલા બધા દેખાય છે કે દોષો જોવાની દ્રષ્ટી જ નથી, સમય જ નથી. વિચારશુદ્ધા નથી. ગુરૂ પ્રત્યે આવો પૂર્ણ પ્રેમ પ્રગટ થઈ જાય પછી દ્રષ્ટિ એવી ગુરૂમય બની જશે, પ્રેમમય બની જશે કે ગુરૂમાં એકમાત્ર ગુણો જ ગુણો દેખાશે. દોષ દર્શનને સ્થાન જ નહીં રહે. ફટકડીનું કામ છે પાણીના કચરાને નીચે બેસાડવાનું. પ્રેમનું કામ છે પ્રેમીના દોષોને નીચે બેસાડવાનું. ફટકડી જેવો પ્રેમ દ્રષ્ટીમાં વ્યાપી ગયા પછી દ્રષ્ટિ નિર્મળ થયા વિના ...62...