________________ રહેશે નહીં. પાણીમાં કચરો ભલે હોય તેની ચિંતા કરવાની જરૂર નથી. જરૂર છે ફટકડી ભભરાવવાની. ગુરૂમાં દોષોના કચરા ભલે હોય તેની ચિંતા કરવાની જરૂર નથી. જરૂર છે પૂર્ણ પ્રેમની ફટકડી દ્રષ્ટિના નીરમાં ભભરાવવાની. ફટકડીના પ્રભાવે કચરો બેઠો જ સમજો, ગુરૂપ્રેમના પ્રભાવે દોષદર્શન ગયું જ સમજો, બીજી મહત્વની વાત એ છે કે, દોષો વ્યક્તિમાં નહીં દ્રષ્ટિમાં છે, દ્રષ્ટિ નિર્મળ થતા વ્યક્તિને નિર્મળ થતા એક પળનો પણ વિલંબ થતો નથી. દ્રષ્ટિને પ્રેમથી નિર્મળ કરીએ, અદ્ભુત-અપૂર્વ ગુરૂપ્રેમભાવ-બહુમાનભાવ ઉભો કરીએ, જેના પ્રભાવે આવતા ભવમાં નિશ્ચિતપણે ગુરૂ તરીકે શ્રી સીમંધરસ્વામી મળે, તેઓની સેવા-સાધના કરી ટુંક સમયમાં આપણે સર્વ દુઃખ કંદોથી મુક્ત બનીએ. અંતે... ગુરૂ કુંભાર હે શિષ્ય કુંભ ઘડી ઘડી કાઢે ખોડ ભીતર હાથ સંચાર દે બાહર મારે ચોટ || ...63...