________________ તમામ ગુલામીઓથી મુક્ત જીવન એજ સાચુ મહારાણીપણુ કૃષ્ણ મહારાજા ઉંમરલાયક થતી તમામ દીકરીઓને કહેતા, “બેટા ! તમારે રાણી થવું છે કે દાસી ? રાણી થવું હોય તો તેમનાથ ભગવાનનું શરણ સ્વીકારી લો, સાધ્વી થઈ સાધના કરો, અને દાસી બનવું હોય તો પરણી જાવ. કૃષ્ણવાસુદેવની વાણીમાં ભંગ ન હતો પણ ઉચ્ચ તત્વજ્ઞાનનો અર્ક હતો. બહારથી અસત્ લાગતી વાણી પરિણામે સત્ હતી. બહારથી કડવી લાગતી વાત પરિણામે અત્યંત મધુર હતી. કૃષ્ણ ત્રણ ખંડના અધિપતિ હતા. વાસુદેવ હતા. સત્તર હજાર મુકુટબદ્ધ રાજાઓના સ્વામિ હતા. સુખસમૃદ્ધિની રેલમછેલ હતી, એટલે એક એક દિકરીઓને પરણાવે તો મોટા દેશના રાજકુંવરો સાથે જ, જ્યાં ભોગ સામગ્રી અઢળક હોય, હજારો દાસદાસીઓ સેવામાં હાજર હોય, સોનાના હીંડોળે જ હિંચવાનું હોય, બત્રીસ પકવાનો જ આરોગવાના હોય, જ્યાં ગયા પછી મહારાણી જ બનવાનું હોય. આવુ મહારાણીપણું પિતા કૃણાને મન દાસીપણું હતું. સાધ્વી જીવનમાં તેઓ સાચુ મહારાણીપણું માનતા હતા. કૃષ્ણ, વાસુદેવ હતા. ત્રણ ખંડના સમ્રાટ હતા, તો સાથે સાથે તેઓ નેમનાથ પ્રભુના ઉપાસક હતા. ક્ષાયિક સમકિતના માલિક હતા. દિવ્યદૃષ્ટિના ધારક હતા, સાધુતાના પ્રખર પક્ષપાતી હતા. સંયમ ન લઈ શકવાનો તેમને પારાવાર બળાપો હતો, તેથી જ દિકરીઓને સાચી મહારાણી બનાવવા સાધ્વી બનવાની સલાહ આપતા, સાધ્વી બનાવતા. કો'ક દિકરી પુછતી, “પિતાજી ! પરણીને તો મહારાણી બનવાનું છે. દાસીપણું કેવું ? જ્યારે સાધ્વી બનવામાં મહારાણીપણું કેવું ?" સાધ્વી બનીને તો ઘેર ઘેર ભિક્ષા માંગવાની, ઉઘાડે પગે ચાલવાનું, ગામે ગામ ફરવાનુંફુટી કોડીની મુડી નહી, ચિંથરાનો સંગ્રહ નહીં, ગામમાં ઘર નહી, સીમમાં ખેતર નહીં, ઉપર આભ-નીચે ધરતી, જે મળે-જેવા ...70...