________________ સ્ત્રી માટે સોનેરી શણગાર “શીલ જ છે જે દેશમાં પુરૂષ સત્ત્વશાળી ન હોય અને સ્ત્રી શીલવંતી ના હોય તે દેશ મરવાના વાંકે જીવતો હોય છે. સત્ત્વ અને શીલના પાયા ઉપર જ આર્ય સંસ્કૃતિની ઈમારત અડીખમ ઉભી છે. આ શીલની રક્ષા માટે તમામ ધર્મશાસ્ત્રોમાં અનેક પ્રકારના કડક નિયમો - મર્યાદાઓના ઉલ્લેખો છે. એક વખત એક ક્ષણ માટે પણ સ્ત્રી જો અસતિ થાય તો કાયમી અસતી જ રહે છે. સ્ત્રીઓનું અબજોના મૂલ્યથી તોલી ના શકાય એવુ અમૂલ્ય ઘરેણું “શીલ” છે. માટે જ સ્ત્રીઓને શાસ્ત્રગ્રંથોમાં “અસૂર્યપશ્યા” કહેવામાં આવે છે. પરપુરૂષના હાથ તો સ્ત્રીને સ્પર્શી જ ના શકે પણ સૂર્યના કર (કિરણો) પણ સ્ત્રીનો સ્પર્શ ના કરી શકે. - સ્ત્રી તો ઘરનું અમૂલ્ય નજરાણું છે, તેને બારૂ કેમ બનાવાય ? ઘરની તિજોરીની ચાર દિવાલો વચ્ચે રહેવામાં જ તેમની શોભા છે. સુરક્ષા છે, માટે જ પૂર્વકાળમાં જનમતાની સાથે જ રાજકુમારીકાઓને કોક અજ્ઞાત ભોયરાઓમાં ઉછેરવામાં આવતી, જેથી કરીને બુરી નજરવાળા દુષ્ટાત્માઓનો પડછાયો પણ ત્યાં પહોચી ના શકે. સત્વ અને શીલની રક્ષા ખાતર હસતા હસતા પ્રાણની આહુતિ આપનાર હજારો આત્મવીરોથી ઈતિહાસ આજે અમર છે. * ગવાક્ષમાં બેઠેલા રાજાએ રાજમાર્ગે પસાર થતી કો'ક લલના જોઈ, આંખોમાં વિકારભાવ પેદા થયો, જેનો રાજાને પારાવાર પશ્ચાતાપ-બળાપો થયો, આ તો મારી પ્રજાજન ! મારી દિકરીના સ્થાને છે હાય ! હાય ! તેને જોઈ મારૂ મન બગડ્યું ! તેને જોવા મારી આંખ સળવળી. આ રીતે તો રૈયતનું રક્ષણ શું થાય ? રક્ષક જ રાક્ષસ બને ત્યાં કોણ કોને બચાવે? જાત પ્રત્યે તિરસ્કાર - ફિટકાર વરસાવતા રાજાએ ત્યારેને ત્યારે બે મુઠ્ઠી લાલ મરચુ બંને આંખમાં નાખી હસતા હસતા આંખો ફોડી નાખી ! * લંકાધિપતિ રાવણની હજારો વિનવણી થવા છતા સતી સીતાએ લેશ માત્ર મચક ના આપી. *..73...