________________ માર્ગ ખોટો, સંપ્રદાય ખોટો, ગુરૂ ખોટા, છતાં ગુરૂ પ્રત્યેની આસ્થા શિષ્યને તારી દે છે. સદોષ ગુરૂ હોવા છતા શિષ્યની નિર્મળ દ્રષ્ટિના કારણે શિષ્યો કામ કાઢી ગયા, એ વાત આ બધા દ્રષ્ટાંતથી જોઈ. હવે બીજી સાઈડ વિચારીએ, ગુરૂ પરિપૂર્ણ હોય, નિર્દોષ હોય, જ્ઞાન હોય, પૂર્ણ સ્વચ્છ હોય છતાં શિષ્યને આદરભાવ ન હોય તો આવા સારા ગુરૂ પણ કોઈ કાળે ફળતા નથી. * જમાલીને ગુરૂ તરીકે મહાવીર મળ્યા હતા. આખી જીંદગી પ્રભુની સાથે પડછાયાની જેમ રહેવા છતા તે પ્રભુની પ્રભાવકતાને પિછાણી શક્યો નહી. પ્રભુની મહાનતાને માણી શક્યો નહીં. પ્રભુની ગુણ ગૌરવતાને સ્પર્શી શક્યો નહી. ઉલટું આવા મહાન વૈલોક્ય ગુરૂ ઉપર તેજોલેક્ષા છોડી ચીકણા કર્મ બાંધી સંસાર વધારી બેઠો. કદાચ ભગવાન ના મળ્યા હોત તો આટલો સંસાર ન વધત, જેટલો સંસાર ભગવાનને પામીને વધાર્યો. તારક તત્વોની આરાધના ઉંચા એવોર્ડ આપે છે તો એ તારક તત્વોની આશાતના ઉંડી ખાઈમાં ધકેલી દે છે. ભગવતીસૂત્રમાં લખ્યું છે કે નરકમાં જનારા જીવોમાં ગુરૂની આશાતના કરનારાઓની સંખ્યા વિશેષ હોય છે. આરંભ-સમારંભો કરી નરકમાં જનાર ઓછા, ગુરૂની આશાતના કરી નરકમાં જનાર અનેક ગણા. દશવૈકાલિકસૂત્રના નવમા અધ્યાયમાં કહ્યું છે કે, ઝેરી કોબ્રા ડંખ મારી, જાય અને તેનું ઝેર ના ચઢે એ હજી શક્ય છે. ઝેરની બાટલી પીધા પછી મોત ના આવે એ હજી શક્ય છે. ભડભડતી આગમાં ઝંપલાવ્યા પછી એક અંગ પણ દાઝે નહીં, એ પણ કદાચ શક્ય બની શકે. પર્વત ઉપરથી ઉંડી ખાઈમાં પડતું મુક્યા પછી પણ મોત ના આવે કે શરીરમાંથી લોહીનું બુંદ પણ ના નીકળે, એવું પણ હજી ઘટી શકે, પણ ગુરૂની આશાતના કરનારનો કોઈ કાળે મોક્ષ થઈ શકે જ નહીં. “ન યાવિ મુખો ગુહિલણાએ” ...60..