________________ * છેદસૂત્રમાં એક વાત આવે છે કે, ગુરૂ શિષ્ય પાસે ભિક્ષામાં છરી મંગાવે છે. શિષ્ય પૂર્ણ સમર્પિત હતો. તેથી તેને “સાધુને છરીનું શું કામ? શા માટે મંગાવી હશે ?'' વિ. વિકલ્પો ના ઉઠ્યા. અડધી રાત્રે ઘોર અંધકારમાં શિષ્યની છાતી ઉપર છરી લઈને ગુરૂ ચઢી બેઠા, શિષ્યના ગળા ઉપર છરી ધરી. શિષ્ય જાગી ગયો. આંખ ઉઘાડી જોયું. આ તો મારા ગુરૂ છે ! બસ કોઈ વિકલ્પ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ ઉકળાટ નહીં, કોઈ આવેશ નહીં. “મારા ગુરૂ જે કાંઈ કરશે તે મારા સારા માટે જ કરશે.” એવું વિચારી બીજી ક્ષણે આંખ મીંચી દીધી. ઘસઘસાટ સુઈ ગયો. ગુરૂએ ગળાની ધોરી નસ કાપી તેમાંથી લોહી કાઢ્યું. આટલી પ્રક્રિયા થયા છતા શિષ્યનો એક રૂંવાડો ફરક્યો નહીં. (વાટકીમાં લોહી મુકી ઔષધિ દ્વારા ગળાને પુનઃ સાંધી દીધું.) સવારે ગુરૂ પુછે છે, રાત્રે તારા ગળા ઉપર છરી ફેરવી ત્યારે તને શું વિચાર આવેલો ? શિષ્ય કહે, એક જ વિચાર આવેલ કે “મારા ગુરૂ જે કરે તે મારા સારા માટે જ.” પણ તને ખબર છે કે તારૂ ગળુ કેમ કાપ્યું ? શિષ્ય : ‘તે જાણીને મારે શું કામ છે ?" શિષ્યની ગંભીરતા - સમર્પણભાવ જોઈ ગુરૂ પણ દંગ થઈ ગયા. વાતનો ફોડ પાડવા કહ્યું કે આગલા ભવનો તારો દુશ્મન આજે જે વ્યંતર થયેલ છે તે તારો જાન લેવા આવેલ, તારૂ લોહી પીવા આવેલ, બુદ્ધિ વાપરી મેં તેને કહ્યું. તને લોહી જ જોઈએ છે ને ? તે આપુ તો ચાલશે ને? તેણે હા પાડતા તેને તૃપ્ત કરવા થોડું લોહી આપી તારી જાન બચાવવા મારે આ પ્રયોગ કરવો પડ્યો. શિષ્ય : “આ તો ઠીક છે, બાકી આપના હાથે મોત મળતું હોય તો એના જેવું બીજુ સદ્ભાગ્ય કર્યું હોઈ શકે ?" સમર્પણ ભાવની પરાકાષ્ઠાનું આ દ્રષ્ટાંત ઘણું ઘણું સમજાવી જાય છે. * ઉપદેશમાળા નામક ગ્રંથમાં શેલક પંથક સાધુની વાત આવે છે. ***58.....