________________ ગુરૂ સારા મળે તો તરી જવાય અને વિચિત્ર મળે તો મરી જવાય એવો કોઈ નિયમ નથી. પણ ગુરૂ સારા લાગે તો તરી જવાય, અને સારા ન લાગે તો મરી જવાય, આ નિયમ જરૂર છે. એટલે ગુરૂની ગુણગુરૂતા કરતા શિષ્યનો ગુરૂ પ્રત્યેનો અભિગમ સાધનાજીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ગુરૂ ગુણીયલ ન હોવા છતાં શિષ્યને ગુરૂ પ્રત્યે ભારોભાર બહુમાનભાવ હોય તો અચુક તેનો વિસ્તાર થઈ જાય. (ગુરૂનું ભલે જે થવાનું હોય તે થાય.) અને ગુરૂ મહાગુણિયલ હોવા છતા શિષ્યને બહુમાનભાવ ના હોય તો રાતી પાઈ જેટલો પણ શિષ્યનો વિકાસ થઈ શકતો નથી. શિષ્યની ભૂમિકામાં “ગુરૂ ગુણવાન હોવા જ જોઈએ.” એ જરૂરી નથી પણ “ગુરૂ ગુણવાન લાગવા જ જોઈએ” એ જરૂરી છે. એકલવ્યને નજર સમક્ષ લાવો, ગુરૂ દ્રોણાચાર્ય પક્ષપાતી હતા. એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર થાય તેમાં તે રાજી ન હતા. ધનુર્ધરત્વની કોઈ વિદ્યા-શિક્ષા કે ટેકનીક એકલવ્યને તેમણે શિખવી ન હતી. અર્જુન કરતા તે આગળ ન વધી જાય એવું ઈચ્છતા હતા. ટૂંકમાં ગુરૂને એકલવ્ય પ્રત્યે દ્વેષ-ઈર્ષ્યાતિરસ્કાર-ઉપેક્ષા જ હતા, છતાં એકલવ્યએ તેમની મૂર્તિ બનાવી, તેમને ગુરૂપદે સ્થાપ્યા, તેમનામાં પૂર્ણ આસ્થા કેળવી, તેમના પ્રતિ પૂર્ણ સમર્પિત થયો, તો વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર થઈ શક્યો. અરે, ઈર્ષ્યાથી સળગીને ગુરૂએ જ્યારે તેનો અંગુઠો દક્ષિણામાં માંગ્યો ત્યારે એક પળનો ય વિચાર કર્યા વિના કાપીને આપી દીધો. જોયુ, કેવો સમર્પણ ભાવ ! ગુરૂ તેના માટે સારા ન હતા. છતા તેને સારા લાગ્યા તો કામ સાધી લીધું. * ચંડરૂદ્રાચાર્ય મહાક્રોધી ગુરૂ હતા. તાજા દિક્ષિત થયેલા સાધુને માથે લાકડીઓ ફટકારી તેને લોહી લુહાણ કરી નાખ્યો હતો, છતાં શિષ્ય એક જ વિચાર કરે છે “મારા ગુરૂ જે કરે તે મારા સારા માટે” આ વિચારે શિષ્યને તત્કાળ કેવળજ્ઞાન થઈ ગયું. ગુરૂને આવો રૌદ્ર ક્રોધ હોય ? આવાને ગુરૂ કહેવાય ? આ તો ગુરૂ છે કે શેતાન ? વિ. વિકલ્પો કર્યા હોત તો કેવળજ્ઞાન ન થાત. ...57...