________________ ઉજાસમાં હેમ ખેમ લઈ જનાર ગુરૂ છે. અંદર ધરબાયેલી સુષુપ્ત ચેતનાશક્તિનો આવિષ્કાર કરનાર ગુરૂ જ છે. વિદનોના વાદળો અને આપત્તિઓની વણઝાર દૂર કરનાર ગુરૂ છે. અવળે રસ્તે ચઢેલી જીવનની નૌકા કિનારે પહોંચાડનાર ગુરૂ છે. ગુરૂની આટલી મહત્તા જાણ્યા પછી સવાલ થાય કે, શું આજના કાળે આવા મહાન ગુરૂઓ છે ? હા છે, બેશક છે, એક નહીં અનેક છે, ગુરૂઓની ગુરૂતાના દર્શન કરવાની વિલક્ષણ દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. અલબત્ત, એક વાત નિશ્ચિત છે, ગુરૂ સારા જોઈએ, સદ્ગણી જોઈએ, જ્ઞાની જોઈએ, આચાર સંપન્ન જોઈએ, પરાર્થપરાયણ જોઈએ, દયાળુ જોઈએ. | સ્વાર્થી, પ્રપંચી, માયાવી, ઢોંગી, વિલાસી, ધર્મના નામે ધતિંગ કરનાર કે તિજોરીઓ ભરનારા ના જોઈએ. ગુરૂ સારા હોય તો જ શિષ્યને સારા બનાવી શકે, ગુરૂ આચારવાનું હોય તો જ પરંપરા આચારવાનું બની શકે. ગુરૂ જ્ઞાની હોય તો જ શિષ્ય સમુદાયને જ્ઞાનસમૃદ્ધ બનાવી શકે. એટલે, પહેલા નંબરમાં ગુરૂ જ્ઞાની, આચારસંપન્ન, આર્ષદ્રષ્ટા જોઈએ. બીજી અતિ અગત્યની વાત છે કે - ગુરૂ સારા હોવા જોઈએ “એ જેટલું મહત્ત્વનું છે એના કરતા વધુ મહત્ત્વનું એ છે કે “ગુરૂ સારા લાગવા જોઈએ.” બનવા જોગ છે, પડતો કાળ, ઝેરી વાતાવરણ, બુદ્ધિની મંદતા, સ્વભાવદોષ, આદિ અનેક કારણસર ગુરૂ ગુણગરિષ્ટ ન પણ હોય છતાં શિષ્ય જો પોતાની દ્રષ્ટિમાં ગુરૂની ગુણગરિષ્ઠતાનો, ગુરૂની ગુરૂતાનો આરોપ કરી દે, તો તે તરી જાય. આજે કેવળજ્ઞાની કે વિશિષ્ટજ્ઞાની ગુરૂ મળવા શક્ય જ નથી. બધા ગુરૂ છમસ્થ છે. ઓછે વત્તે અંશે દોષપૂર્ણ છે. જ્ઞાનની-બુદ્ધિની-શક્તિની તરતમતાવાળા છે. જો તેમના દોષો-દુર્ગુણો અને ક્ષતિઓને આગળ કરી ગુરૂતત્ત્વની ઉપેક્ષા કરીશું તો સાધના માર્ગનો મૂલોચ્છેદ થઈ જશે. ...પ૬...