________________ પંથક ઘણા શિષ્યોના સ્વામી હતા. દીર્ઘ સંયમી હતા. આચારસંપન્ન હતા, છતા કર્મવશ શિથિલાચારનો ભોગ બની ગયા, ખાઈ-પી ને મજા માણવા લાગ્યાં, ક્રિયાઓ છોડી-આચારો છોડ્યા, તે ત્યાં સુધી કે દારૂ પીપી ને મદમસ્ત રહેવા લાગ્યા. આચારમાર્ગ જીવંત રાખવા અન્ય શિષ્યો તેમને છોડીને ચાલ્યા ગયાં પણ શેલક નામનો શિષ્ય તેમની સાથે રહ્યો. માર્ગભ્રષ્ટ અને દારૂના નશામાં ચકચુર બનેલા એવા પણ ગુરૂની શિષ્ય શેલક પહેલાની જેમ જ સેવા કરે છે. તે વિચારે છે, “ગુરૂનું કુકર્મ ઉદયમાં આવ્યું છે, પણ ગુરૂ એ ગુરુ છે, મારા ઉપકારી એ ઉપકારી છે.” લેશમાત્ર તેને ગુરૂ પ્રત્યે બહુમાનભાવ ઓછું થતું નથી, કે લેશમાત્ર દુર્ભાવ પેદા થતો નથી. એવો જ આદરભાવ, એવો જ ઉપકારભાવ, એવો જ પ્રેમ જીવંત છે, જેવો પહેલા હતો. કેવી અદ્ભુત સ્થિતપ્રજ્ઞતા કહેવાય ! આવી હાલતમાં શિષ્યનો આ સમર્પણભાવ એક દિવસ ગુરૂને પણ તારનારો-જગાડનારો બને છે. ગુરૂ ફરી ચારિત્ર માર્ગમાં સ્થિર થઈ ઉંચા આરાધક બને છે. ગુરૂ - શિષ્ય બંને સાધના કરી સ્વર્ગગામી બને છે. આવા સમયે શિષ્યએ ગુરૂ ઉપર ધિક્કારભાવ, તિરસ્કારભાવ વરસાવ્યો હોત તો, તેમને તરછોડી દીધા હોત તો, બન્ને સાધના માર્ગમાંથી ફેંકાઈ જાત. એક ગુરૂ-શિષ્ય છે. ગુરૂ મૂર્તિપૂજાના ખંડક-ભંજક છે, કટ્ટર દ્વેષી છે. તેથી તેમનામાં સમ્યગ્દર્શન ન જ હોઈ શકે. તેમના શિષ્ય ભદ્રિક છે. શાસ્ત્રનો લાંબો-પહોળો બોધ નથી. સાચા ખોટાનો વિવેક નથી. તીવ્ર રાગ દ્વેષની પરિણતિ નથી. તે એમ માને છે કે મારા ગુરૂ સારા, તે જે કહે તે સારૂ, તે જે કરે તે સાચું, હિતકારી.. મારા માટે કલ્યાણકારી. તે ખોટા એવા મૂર્તિભંજક સંપ્રદાયમાં હોવા છતા ગુરૂ પ્રત્યેના તેના સમર્પણ ભાવ અને શ્રદ્ધાના કારણે તેનામાં સમ્યગ્દર્શન હોવામાં કોઈ જ બાધ નથી એમ શાસ્ત્રો કહે છે. જ. .59..