________________ બહેનને જાતે સુકૃત કરી લેવા ઘણું સમજાવવા છતાં દમડી પણ છુટી નહી, મોત આવી ગયું. કરોડોની પ્રોપર્ટી અહીં જ રહી ગઈ. ન ભોગવી, ન દાન કર્યું. ન કશું સાથે લઈ જઈ શક્યા. વીલ બનાવ્યું હશે, પણ પાછળના વહીવટદારોનો શો ભરોસો ? વીલનું સીલ કરી દેતા કે ઘોળીને પી જતા કેટલી વાર ? બધી પ્રોપર્ટી ઝઘડામાં પડી ગઈ. હવે જીવનના અસ્તાચલે તો શાંત થાવ, નિવૃત થાવ, સાધના કરી લો. અનુકુળતાની લાલસા છોડી દો. ઘણા શ્રીમંતો કહે છે, અમારી Life Style એવી છે કે બસમાં બેસી શકીએ જ નહીં. ટેક્સી જ જોઈએ. ટેનની માથાફોડ-ગર્દી ના ફાવે- પ્લેનમાં જ મુસાફરી ફાવે, હોટલમાં જ ઉંઘ આવે, ગાડીમાં પણ જો એ.સી. ના હોય તો બફાઈ જ જઈએ. આવા સુખશીલીયાઓને ખબર નથી કે અહીંથી જાનવરના અવતારમાં Transformation થશે, ત્યારે કોઈ સવલતો કે V.J.P. Treatment મળવાના નથી. ત્યાં તો સબ સમાન, અહીં કરેલા ફાટાવડા ત્યાં ભારે પડી જશે. પેલા ત્રણ બેનોની અધૂરી વાત પૂરી કરી લઈએ. ત્રણેએ પોતપોતાને અનુકૂળ ચિતાની વાત કરી. બાજુમાંથી કોક Philosopher પસાર થતો હતો. વાત સાંભળી તેના મોઢામાંથી સહજ શબ્દો સરી પડ્યા. When the self is no more, one has died, and like a corpse one is comfortable in anything. બોક્સમાંથી ઝવેરાત ગયા પછી બોક્સની કોઈ કિંમત નથી. કવરમાંથી લાખો રૂ. નો ચેક નીકળી ગયા પછી કવરની કોઈ કિંમત નથી. તેમ શરીરમાંથી vital Power નિકળી ગયા પછી ખોળીયાની કોઈ કિંમત નથી. આત્મા હતો ત્યાં સુધી જેને શરીર કહેવાતું હતું. આત્મા જતા જ તેને મડદું કહેવાય છે. મડદાને તો વળી અનુકૂળતા શું ને પ્રતિકૂળતા શું ? તેને બધું જ ફાવે. ચિતા લાકડાની હોય, ચંદનની હોય કે સોનાની હોય કે ઈલેકટ્રીક હોય, મડદા માટે સબ સમાન, તેને કોઈ Difference નથી. ...5 2...