________________ માટે જ અનુકૂળતામાં અહંકાર કરવો, કોલર ઉંચા કરીને જમીનથી અદ્ધર ચાલવું એ મહામુર્ખામી છે. છ ખંડના સમ્રાટ બ્રહ્મદત્ત ચક્રવર્તી આજે સાતમી નરકમાં રૌરવ યાતના ભોગવી રહ્યો છે. ક્યાં છ ખંડના સમ્રાટનો વટ ને ક્યાં નારકીના કાતિલ દુઃખો ! જેની સેવામાં સોળ હજાર દેવતાઓ હાજર હતા, દેવતાઓ જેની પાલખી ઉંચકી રહ્યા હતા, એવા સુભમ ચક્રવર્તી ઘડીના છઠ્ઠા ભાગમાં લવણસમુદ્રના તળીયે બેસી ગયા. ગુંગળાઈ ગુંગળાઈને મરી સાતમી નરકના અતિથિ બની ગયા. ક્યાં ગઈ તેમની હોંશિયારી ? વટ ? સમૃદ્ધિ ? કેફ ? અહંકાર ? બુદ્ધિમત્તા ? આજે તેમના અસ્તિત્વની નોંધ પણ લેવાતી નથી. એટલે જ બુદ્ધિમત્તા હોય તો સુખ કે અનુકૂળતાની ભૂતાવળ છોડી સાધના' દ્વારા જીવન સાર્થક કરી લેવા જેવું છે. સુખ આપણને છોડે એ પહેલા આપણે તેને છોડી દેવામાં મજા છે. અનુકૂળતા રવાના થાય તે પહેલા તેને ડીસમીસ કરી દેવામાં મજા છે. કોઈ ડીસમીસ કરે એ પહેલા રાજીનામું ધરી દેવું એમાં ખેલદીલી છે. ખૂમારી છે. કર્મસત્તા બધું જ ખૂંચવી લે, તમાચો મારીને મોત બધુ પડાવી લે એ પહેલા જ તેને છોડી કે તેનો સદુપયોગ કરી લેવામાં નિપૂણતા છે. શાસ્ત્રમાં વાત આવે છે કે પ્રતિવાસુદેવ મહામહેનતે કાળી મજુરી કરીને ત્રણ ખંડ સાધે છે. તે માટે વર્ષો સુધી યુદ્ધો ખેલે છે. લોહીની નદીઓ વહેવડાવે છે. હજારો રાજાઓને વશ કરે છે. અને ત્રણ ખંડ જીતે છે. વાસુદેવને આ કોઈ ખટપટો કે યુદ્ધ કરવા પડતા નથી. તે તો પ્રતિવાસુદેવને રમત માત્રમાં હરાવી, તેનું ત્રણખંડનું વિરાટ સામ્રાજ્ય ઘડીના છઠ્ઠા ભાગમાં ઝુંટવી લે છે. ત્રણ ખંડ ભેગા કર્યા પ્રતિવાસુદેવે અને કન્જ કરી લીધા વાસુદેવે. માનવની દશા પણ આવી જ છે. જીવનભર કાળી મજુરી કરીને ધનસમૃદ્ધિ ભેગી કરે છે અને કર્મનો પંજો-નસીબનો પંજો-મોતનો પંજો તેના ...50...