________________ રાખ મેં જબ મીલ ગયે ત્રણ સ્ત્રી ભેગી થઈ, એક હતી રાજરાણી, બીજી હતી ગામડીયણ, ત્રીજી હતી શહેરી. ત્રણે વાતે વળગી. ચર્ચાનો વિષય હતો મર્યા બાદ કેવી ચિતામાં બળવું તેની પસંદગી. રાજરાણી કહે, હું ચંદનના લાકડાની ચિતા પસંદ કરીશ, આખી જીંદગી સુખ સાહેબીમાં ઉછરી છું. ચંદનના વિલેપનો કર્યા છે. કોઈ દુઃખ કે પ્રતિકુળતા જોયા નથી. તો મરતી વખતે શા માટે કરકસર કરવી ? સામાન્ય લાકડા તો ખરબચડા હોય, હલકા હોય, ઉંચા નીચા હોય. ચંદનના લાકડા બળતા જાય તોય સુવાસ પ્રસરાવતા જાય. એકદમ લીસ્સા અને મુલાયમ હોય, તેના ઉપર સુતા હોઈએ તો કોઈ તકલીફ પડે નહીં. ગામડીયણ સ્ત્રી કહે, અમને આ બધું પોષાય નહી, જીવનભર જંગલોમાં જે લાકડાની ભારીઓ કાપીને જીવન ટકાવ્યું છે તે જ લાકડાની શય્યામાં મરવાનું હું પસંદ કરીશ. શહેરી સ્ત્રી કહે, શહેરમાં બધાના જીવન ભાગદોડીયા હોય છે. કોઈને શ્વાસ લેવાનો પણ ટાઈમ હોતો નથી. ધમાલીયું જીવન હોય છે. લાકડાની ચિતા બળે ત્યાં સુધી ત્રણ ચાર કલાક સુધી રોકાવાની ફરસદ કોઈને હોતી નથી. વળી લાકડા લાવવા, કાપવા, ઢગલા કરવા, ગોઠવવા, તેના ખર્ચા કરવા, ઘી હોમવા, અગ્નિદાહ દેવો, આ બધી ઝંઝટ કરવા આજે કોઈ તૈયાર નથી. આ તો એકવીસમી સદી, કોમ્યુટર યુગ, ચાંપ દબાવો અને કામ થઈ જાય, એટલે હું તો કોમ્યુટરાઈઝ ઈલેક્ટ્રોનિક ચિતામાં સુવાનું જ પસંદ કરીશ. ચાંપ દબાવતાની સાથે જ પાંચ મિનિટમાં બધો ફેંસલો. કોઈ ખટપટ નહીં. કોઈ તકલીફ નહીં, કોઈ Time નો બગાડો નહીં. ત્રણે સ્ત્રીની ચિતાની પસંદગી ભિન્ન ભિન્ન હોવા છતાં ત્રણેયની ભાવનાનું લક્ષ એક જ હતું કે - “તે તે ચિતા મને ફાવશે, તે તે ચિતા મને બધી ...48...