________________ હતી. ચંડાલ તેમને વિદ્યા શિખવે છે. ચાર-છ દિવસ શિખવા છતાં વિદ્યા ચઢતી નથી. બુદ્ધિનિધાન અભયકુમાર કહે, પિતાજી ! વિદ્યાભ્યાસ કરવા માટે સેવક બનવું પડે, નમ્ર બનવું પડે, વિનિત બનવું પડે, તમે સિંહાસન ઉપર ચઢી બેઠા છો અને આ ગુરૂને નીચે બેસાડ્યા છે, પછી વિદ્યા ક્યાંથી આવે ? આ તમારા ગુરૂ છે. તમે શિષ્ય છો, એમ સમજી તેને તમારા સિંહાસન ઉપર બેસાડવા પડે, તમારે તેમની સામે તેમના ચરણમાં બેસવું પડે, પછી વિદ્યા ચઢે. જ્યાં સુધી તમે સમજતા હો કે આ ચાંડાલ છે અને હું મગધસમ્રાટ શ્રેણિક, ત્યાં સુધી વિદ્યા આવશે નહી. આ કેફ ઉતારવો પડશે. આ મારા વિદ્યાદાતા ગુરૂ અને હું તેમનો ચરણસેવક, આ ભાવ આવતા જ વિદ્યા હાથવેગી થશે. અભયકુમારની વાત શ્રેણિકના મગજમાં ઉતરી ગઈ, મનમાં ગુરૂ તરીકે તેને સ્થાન આપ્યું, બેસવા માટે પોતાના રત્નજડિત સિંહાસન ઉપર તેને સ્થાન આપ્યું. પોતે તેના ચરણમાં બેસી ગયા, બે હાથ જોડી નમ્ર બની વિદ્યા ગ્રહણ કરવા લાગ્યા. અને થોડી જ પળોમાં બધી વિદ્યા શ્રેણિકે શિખી લીધી. વિદ્યાના અર્થી એવા શ્રેણિકે ચંડાલ જેવા ચંડાલને ગુરૂ માની હૃદયમાં સ્થાન આપ્યું. વિનય વિના વિદ્યા પ્રાપ્તિ અશક્ય છે.”- વિનયથી પ્રાપ્ત વિદ્યાનું એક એક વચન મહા કિંમતિ હોય છે. જીવનના દ્વારો ઉઘાડનારુ બને છે. વિદ્યાના ક્ષેત્રમાં આજે શોચનીય શીર્ષાસન જોવા મળે છે. વિદ્યાર્થીઓની ઉધ્ધતાઈ-સ્વતંત્રતા, સ્વચ્છંદતા, ગુરૂ પ્રત્યેનો અનાદરભાવ, દિનપ્રતિદિન વધતા જાય છે. શિક્ષક એટલે જાણે કે પગારદાર નોકર. ગુરૂ-શિષ્યપણાના સંબંધના ક્યાંય દર્શન થતા નથી. વિદ્યાનું અર્થીપણું 46...