________________ રીતે અનુકૂળ રહેશે.” ત્રણે સ્ત્રીઓની વાત હાસ્યાસ્પદ લાગે, અચરજ ઉપજાવે તેવી લાગે. મર્યા પછી અનુકૂળ ચિતાની ચિંતા તે જ કરે જેણે જીવનભર અનુકૂળતાને જ પાળી પોસી હોય. અનુકૂળતા મેળવવામાં જ જીવનની કિંમતી ક્ષણો વિતાવી હોય. યાદ રહે કે “ગમે તેવી આસમાની અનુકૂળતાનો અંતિમ અંજામ પ્રતિકૂળતા જ છે. ગમે તેવા સુખનું અંતિમ પરિણામ દુઃખ જ છે. ગમે તેવા હર્ષનુ Last Result શોક જ શોક છે. ગમે તેવા આનંદનું Final Destination ખેદ-હતાશા નિરાશા જ છે. ગમે તેવો જ્વલંત વિજય અંતે પરાજયમાં પરિણમવાના સ્વભાવવાળો જ છે. આ વાતની પ્રતીતિ નથી તેથી જ સુખ-આનંદ-અનુકૂળતા-વિજયહર્ષ વિ. મેળવવા આખી જીંદગી હોડમાં મુકી દેવામાં આવી છે. કેવી મુર્ખામી ! કેવી બાલીશતા ! ગાંધીજીને ગોળી છોડી સ્વર્ગના અતિથી બનાવી દેવામાં આવ્યા. ઈંદિરા ઉપર આખી સ્ટેનગન ઉતારવામાં આવી. રાજીવ ઉપર તો બોંબધડાકાઓ કરવામાં આવ્યા. બધાનાં ફરચે ફુરચા ઉડી ગયા. કમોતે મર્યા, છતાં આશ્ચર્યની વાત તો એ છે કે સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, મેનકા ગાંધી, વરૂણ ગાંધી વિ. ગાંધી પરિવાર એજ સત્તા માટે થનગની રહ્યાં છે. ગોળીઓની વર્ષા કે બોંબ ધડાકાઓ જાણે તેઓને દેખાતા જ નથી. ફુટબોલ વર્લ્ડ ચેપીયન બ્રાઝીલનો ફ્રાંસના હાથે ભંડો પરાજય થયો હતો. વિજયની આશામાં થનગનતું આખું બ્રાઝીલ શોકના મહાસાગરમાં ડુબી ગયું હતુ. એક વખતનાં કરોડપતિ માધાંતાઓ આજે રોટલાના ટૂકડા માટે ટળવળી રહ્યાં છે. ગુપ્તવાસમાં જીવન પસાર કરી રહ્યાં છે. સંસારનો આ કરૂણ અંજામ છે. સુખની આશાવાળા દુઃખને અવશ્ય ભેટે છે. વિજયની આશાવાળા પરાજયને અવશ્ય ભેટે છે. સુખ - અનુકૂળતા-આનંદ આ બધું ક્ષણિક છે. ...49...