________________ મુજબ ભણાવે, આવી વિચારધારાવાળો વિદ્યાર્થી ઉદાર કહી શકાય, લાયક કહી શકાય. પાત્ર કહી શકાય. પાંચસો શિષ્યોના આસામી, અકબર જેવા મોગલ સમ્રાટના ગુરૂ, સેકડો કોટ્યાધિપતિ શ્રેષ્ઠિવર્યોના શ્રદ્ધેય, વિજય હીરસૂરિ મ.નું પ્રવચન ચાલતું હતું. મેદની અકડેઠક ભરેલી હતી. અધવચ્ચે એક વૃદ્ધ પુરૂષ વ્યાખ્યાનમાં આવ્યો, તેને જોઈ સૂરિએ વ્યાખ્યાન થંભાવી દીધું, પાટ ઉપરથી ઉભા થઈ ગયા, સામે ગયા, વૃદ્ધ પુરૂષને જાતે હાથ પકડી આગળ લઈ આવ્યા. આગળની હરોળમાં બેઠેલા અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ તો જોતા જ રહ્યાં, આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. | વિજય હીરસૂરિ જેવા સમ્રાટ એક સામાન્ય વૃદ્ધને આટલા માન-પાન આપે, તેમના પ્રત્યે આટલો બધો વિનય-બહુમાન દર્શાવે, એ એક અસામાન્ય ઘટના હતી. લોકો કાંઈ પુછે, અંદરો અંદર ચર્ચાઓ શરૂ કરે એ પહેલા જ હીરસૂરિ મ. જે જાહેર કર્યું, કે “આ કોઈ સામાન્ય પુરૂષ નથી, આતો છે મારા વિદ્યા દાતા ગુરૂદેવ, દીક્ષાબાદ પ્રારંભિક જીવનમાં તેમની પાસે મેં ન્યાયાદિ દર્શનોનો અભ્યાસ કર્યો હતો. મારા મહાન ઉપકારી છે. હું સૂરિ તમારો, ગુરૂ તમારો, પણ આ મહાપુરૂષનો તો ઋણી છું. શિષ્ય છું.” આખી સભાને વૃદ્ધ પુરૂષ પ્રત્યે જબરજસ્ત બહુમાનભાવ પેદા થયો. “આ તો આપણા ગુરૂનાં ય ગુરૂ ! તેમની ભક્તિ કરવી જોઈએ. અંદરો અંદર ફંડ શરૂ થયું. ગણતરીની મિનિટોમાં સિત્તેર હજાર રૂા.ની થેલી તેમને સમર્પણ કરવામાં આવી. વિનય અને કૃતજ્ઞભાવથી વણકપ્યો ક્ષયોપશમભાવ પ્રગટ થાય છે. જે સર્વવ્યાપી પ્રગતિમાં પરમસાધક બને છે. નમ્રભાવ ન હોય ત્યાં વિદ્યા આવે નહી. આવે તો ટકે નહી. ટકે તો નુકશાનીમાં ઉતાર્યા વિના રહે નહી. * એક ચંડાલ પાસે વિદ્યા હતી. રાજા શ્રેણિકને આ વિદ્યા શિખવી ...45...