________________ વિરાટકાય દ્વાદશાંગીનું સર્જન માત્ર અંતર્મુહૂર્તમાં કરી શકે છે, આ પ્રભાવ છે તેમનો પ્રભુ પ્રત્યેના અનહદ ભક્તિ બહ્માનભાવનો-વિનયભાવનો. * આચાર્ય ભગવંતશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પ્રારંભિક સંયમજીવનમાં બનારસના માર્તડ પંડિત બદ્રિનાથ પાસે ભણતા હતા. લગ્દર્શન, ન્યાય વિ. વિષયોનો તલસ્પર્શી અભ્યાસ કરતા હતા. પોતે સાધુ હોવા છતાં ગૃહસ્થ પંડિતનો અપૂર્વ વિનય કરતા. ગુરૂ જેટલો જ આદરભાવ તે પંડિત માટે હતો. છાણીથી બરોડા પાંચ કિ.મી. ચાલીને પંડિત પાસે ભણવા જતા, પંડિતને મુડ હોય તો ભણાવે, નહીં તો કહી દે, “મહારાજ ! આજ ટાઈમ નહીં હૈ, આજ બહાર જાના હૈ, આજ મુડ નહીં હૈ, કલ આના.” ફરી પાંચ કિ.મી. ચાલીને પાછા જવું પડે, તે વખતે પણ તેમના મનમાં કોઈ ખેદ ના હોય, પંડિત પ્રત્યે લેશમાત્ર અસદ્ભાવ ના હોય, ભણાવ્યા જેટલો જ આનંદ, અરે, એનાથી વિશેષ આનંદ ન ભણાવવા છતાં આવે. આને કહેવાય સ્થિતપ્રજ્ઞતા. આને કહેવાય ગુરૂબહુમાનની પરાકાષ્ટા, સમર્પણભાવની પરાકાષ્ટા. - “બહાર જવું હતું કે મૂડ ન હતો તો ફોન કે કાગળથી સમાચાર મોકલી દેવા જોઈએને, તો પાંચ કિ.મી. પગ ઘસીને આવત નહીં ને, દસ કિ.મી. નો ખોટો ધક્કો થયો.” આવો વિચાર કરે તે સાચો વિદ્યાર્થી નથી, સાચો શિષ્ય નથી. વિદ્યાદાતા પ્રત્યે લેશમાત્ર અસદ્ભાવ થયો એટલે બુદ્ધિના કડાકા થયા જ સમજો, ક્ષયોપશમ ભાવ મંદ પડ્યો જ સમજો. ગુરૂ માટે લેશમાત્ર આડો અવળો વિકલ્પ ના કરે તે જ સાચો શિષ્ય. બદ્રિનાથજી પાસે ભાનુવિજયજી ભણ્યા તો હશે શરૂઆતના બે-ચાર વર્ષ, પણ કૃતજ્ઞતાભાવ નભાવ્યો આખી જીંદગી. કાયમ પંડિતજીને યાદ કરે, તેમના ઉપકારભાવને યાદ કરે. દર વર્ષે તેમને બોલાવે, બાદશાહી ઠાઠથી પંદરેક દિવસ રાખે, બહુમાન કરી વિદાય આપે. છેલ્લે ઈર્લાના ચાતુર્માસ ...43...