________________ તેની આંખમાંથી અશ્રુનો ધોધ વહેવા લાગ્યો. આંસુઓની અંજલીથી બુદ્ધના ચરણ પખાલી સદા માટે તેમનું શરણ સ્વીકારી લીધું. શેતાન મટીને સંત બન્યો, ભોગી મટીને ત્યાગી બન્યો, ડાકુ મટીને સાધક બન્યો. પ્રસેનજિત્ રાજા હજારો સૈનિકો સાથે આ ડાકુની ભાળ મેળવવા નિકળ્યો છે. બુદ્ધની પાસે આવીને પુછે છે. અંગુલીની માળવાળા શેતાનને જોયો ? બુદ્ધ કહે- “તે હવે શેતાન નથી રહ્યો, સાધુ બની સાધનાની પગદંડીએ ચડી ગયો છે. જુઓ આ જ છે ને તે અંગુલીમાલ ?' પ્રસેનજિન્ના અચરજનો પાર ન રહ્યો, ખુંખાર ડાકુ પળ બે પળમાં બોધ પામી સાધનામાં લીન બની ગયો. તેને નમસ્કાર કરી પ્રસેનજીત્ વિદાય થયા, અંગુલીમાલ આત્મસાધનામાં વિલિન થઈ ગયા. અંતે... જે શોધવામાં જીંદગી આખી પસાર થાય, ને એજ હોય પગની તળે એમ પણ બને. * * * * * ...41...