________________ બનાવી રોજ નવી નવી માળા પહેરવાનો તેને તામસી શોખ હતો, માણસ જોયો નથી ને હત્યા કરી નથી, તેના નામ શ્રવણથી માનવો થથરી ઉઠતા. એકવાર બુદ્ધ તે માર્ગે જતા હોય છે. લોકો અટકાવતા કહે છે - ‘ત્યાં ન જાવ, રાક્ષસી અંગુલીમાલ કોઈને છોડતો નથી. ગયા પછી જીવતા પાછા નહીં આવો.” લોકવચનની બુદ્ધના મન ઉપર કોઈ જ અસર થઈ નહીં, શાંત-પ્રશાંત ગતિએ તેઓ સહજ આગળ વધતા ગયા. ઝાડ ઉપર બેઠેલો અંગુલીમાલ ભુલા પડેલા માનવને જોઈને રાજીનો રેડ થઈ ગયો, ઘણે દિવસે બકરો મળ્યો હતો. ઉપરથી ત્રાડ નાખી, “એ ! ઉભો રહે.” બુદ્ધ ઉપર તેની ગર્જનાની કોઈ અસર થઈ નહીં. તેઓ ચાલતા જ રહ્યા. એ ય સાંભળે છે કે નહીં ? ઉભો રહે, મારૂ નામ, મારા કામ સાંભળ્યા નથી લાગતા?” બુદ્ધ એ જ મસ્તીથી ચાલતા રહ્યા, અંગુલીમાલનો ગુસ્સો આસમાને ચઢ્યો. આખું જંગલ ધ્રુજી ઉઠે એવી ત્રાડ નાખી, “ખબરદાર, ઉભો રહે છે કે નહીં ?'' ધારદાર ચમકતી તલવાર બુદ્ધના કંઠે ધરી દીધી, લેશ માત્ર ગભરાટ વગર ધીર સ્વરે બુદ્ધ બોલ્યા, “હું તો ઊભો જ છું, તું ચાલે છે, તું દોડે છે. તલવાર ખુશીથી ચલાવ, તારી તલવાર મને મારી શકે એ વાતમાં કોઈ માલ નથી.” અંગુલીમાલ તો સાંભળીને ડઘાઈ જ ગયો, શું આ મુર્ખ છે ? પાગલ છે ? કે તત્વજ્ઞ છે ? પોતે ચાલે છે છતા કહે છે, “હું ઉભો છું.” હું મજેથી ઝાડ ઉપર બેઠો છું છતા કહે છે કે, “તું દોડે છે.” તલવારથી ડોકું ઉડાવી દેવા ...39....