________________ મન સ્થિર થતા સિદ્ધિઓ સામે ચાલીને આવે છે ખળ ખળ વહેતી નદીનું પાણી ગટરમાં જઈ ખારા સમંદર ભેગું થઈ જતું હોય, તૃષાળુની તૃષા શાંત કરવામાં ઉપયોગી ના થતું હોય તો તે મીઠા પાણીની કોઈ કિંમત નથી. વૃક્ષ લીલુછમ હોય, ઘટાદાર હોય, પણ વાંક્યું હોય, ફળોનું આગમન ન થતુ હોય તો તે વૃક્ષની કોઈ કિંમત નથી. ધરતીનું ફલક વિશાળ હોય, પણ ઉજ્જડ હોય, ધાન્યનો દાણો દેવા ય અસમર્થ હોય, તો એ ધરતીની કોઈ કિંમત નથી. હિરાજડીત ઘડીયાળ હોય પણ સાચો સમય જ જો ન બતાવતી હોય તો તે લાખોની ઘડીયાળની કોઈ કિંમત નથી. અમેરીકન ડીગ્રી ધરાવતા M.D. ડોક્ટર હોય પણ રોગ મટાડી ના શકતા હોય તો તે ડીગ્રીની કોઈ કિંમત નથી. વસ્તુ નહી તેના ઉપયોગ ઉપર તેની કિંમત અંકાય છે. એજ ન્યાયે માનવ અવતાર પામ્યા પછી જો ધર્મ સાધના થતી ના હોય, કર્મમુક્ત થવાનો પ્રયત્ન ના થતો હોય તો તે માનવ ખોળીયાની પણ કિંમત નથી. Human Life સાચે જ Precious છે, પણ સાધના કરે એના માટે. કસાઈ બનીને ઢોરો કાપ્યા કરે, ભંગી બનીને ગંદકી ચુધ્ધાં કરે, માછીમાર બનીને માછલા પકડ્યા કરે, ખુંખાર ગુંડા બની લુટફાટ કે હત્યાઓ કર્યા કરે એના માનવ ખોળીયાને કોઈ કાળે કિંમતી કહી શકાય નહીં. સાધનાઓ ઘણી કરી, પણ અફસોસ સંસાર વધારનારી. ગરોળી બની માખી પકડવાની સાધના કરી, બગલા બની માછલા ઉપર તરાપ મારવાની સાધના કરી, બિલાડી બની કબુતરને પીંખી નાખવાની સાધના કરી, કુતરા બની બિલાડીના બાર વગાડવાની સાધના કરી, શિકારી બનીને પશુ પંખીઓને વિંધી નાખવાની સાધના કરી. ...37...