________________ એકદા ચોરોની પલ્લીમાં ફસાઈ ગઈ, તે રૂપાળી હોઈ ચોરોએ તેના લોહીનો વેપાર કરવાનો વિચાર કર્યો, અંધકારભર્યા ભંડારીયામાં તેને પુરી દીધી. તેના શરીરનું લોહી નીચોવી નીચોવીને કાઢવા લાગ્યા, લોહીના અભાવે શરીર હાડપિંજર જેવું દુબળું અને નિસ્તેજ થઈ ગયું. ત્રણ-ચાર મહિના તેને સારા સારા માલ મલિદાઓ ખવડાવવામાં આવે, શરીર ફરી ઋષ્ટ-પુષ્ટ થાય, ફરી નિચોવી નિચોવીને લોહી કાઢવામાં આવે, લોહી કાઢતી વખતે તેની વેદના, તેની કંપારીઓ, તેની ચીસાચીસો કરૂણા ઉપજાવે તેવી હોય. ખવડાવવાનું સારું, પણ લોહી કાઢવા માટે, શું આવા સમયે તે ભટ્ટાને માલમલિદાઓ ખાવાનો આનંદ હોય ખરો ? શું તે મજેથી ખાઈ શકે ? નહીં, હરગિજ નહીં, ખાઈને ઋષ્ટ થયા પછીના દુઃખદ અંજામો, કારમી વ્યથા તે જાણે છે. મજા થોડી અને સજાનો પાર નહીં, એટલે મીઠાઈઓ ખાતા પણ આનંદને બદલે ખેદ હોય. મીઠાઈના ભોજન ભલે ના મળે પણ યાતનામાંથી ક્યારે છુટકારો થાય ? એવું જ ઈચ્છતી હોય છે. પછી તો નસીબ યોગે તે છૂટી જાય છે, ઘરે આવી જાય છે. અવિચારી પણે લીધેલ નિર્ણયનું ભાન થતા પતિની ક્ષમાયાચના કરે છે. દુઃખના મૂળમાં રહેલા અહંકારને દેશવટો આપી શાંત-પ્રશાંત બની જાય છે. શેષ જીવન પતિ સાથે આનંદથી વિતાવે છે. આપણી વાતનો હાર્દ એ છે કે “ચોરો ભટ્ટાને ખવડાવે છે લોહી ચુસવા માટે જ, તેમ કર્મસત્તા આપણને થોડું આપે છે, આપણું સર્વસ્વ લુંટવા માટે જ.” આજે માલમલીદા આપે છે. કાલે નાના જીવજંતુઓના અવતારમાં ધકેલી દેશે. આજે આઠ રૂમનો ફ્લેટ આપે છે, કાલે ઝાડ-પાનમાં ટ્રાન્સફર કરશે, જ્યાં એક શરીરમાં અનેકની સાથે રહેવું પડશે. ...35...