________________ છતા કહે છે કે, “હું મરવાનો નથી.” બુદ્ધ જ્ઞાની હતા, સ્થિતપ્રજ્ઞ હતા, પ્રસંગની તેમને મન અસર ન હતી. મોતનો તેમને ભય ન હતો. Success Comes to the man who does not fear failure. નિષ્ફળતાનો ડર નથી તેને જ સફળતા વરે છે, મોતનો ભય નથી તેને જ અમરતા વરે છે. બુદ્ધના ઓજસ્વી આભામંડલમાં અંગુલીમાલનો ક્રોધ સહેજ ઓસરતો ગયો, તેને થયું આ કોઈ અસામાન્ય માનવા લાગે છે. કો'ક મહામાનવ લાગે છે. | વિનમ્રતાથી પુછે છે, આપના વિરોધાભાસી કથનનો અર્થ ન સમજાયો, કૃપા કરી સમજાવો. બુદ્ધ કહે, હું સંત છું. નિષ્પરિગ્રહી છું. ઈચ્છારહિત છું. તેથી જ દુનિયાનો Great સમ્રાટ છું. I have the greatest of all riches that of not desiring them. સમૃદ્ધિની ઈચ્છા નથી માટે મહાન સમૃદ્ધ છું. વૈભવની કામના નથી માટે મોટો વિલાસી છું. કશું જોઈતુ નથી માટે મારૂ મન સ્થિર છે. મનની સ્થિરતાથી ચાલવા છતા ઉભો છું. તું ઝાડ ઉપર આરામથી બેઠો હોવા છતા તારૂ મન સર્વત્ર દોડે છે, “આને લુટી લઉં” આને ત્યાં ધાડ પાડું, આને મારી નાખું, રાજાની તિજોરી તોડી નાખું, વિ.વિ. વિકલ્પોની તારી હરણફાળ દોટ અવિરત ચાલુ જ છે. - હવે સમજાયું ? જેનું મન સ્થિર તે ચાલવા છતા ઉભો છે જેનું મન અસ્થિર તે બેઠો હોવા છતા દોડતો હોય છે. અંગુલીમાલ સાંભળતો જ રહ્યો, તેના કર્મપટલો બુદ્ધની વેધક વાણીથી ભેદાઈ ગયા, દિવ્ય ઉપદેશના પ્રકાશમાં અજ્ઞાનના અંધારપટ ઉલેચાઈ ગયા. તે બુદ્ધના ચરણમાં પડી ગયો, પૂર્વના અગણિત પાપાચારોને યાદ કરતા 40...