________________ વિદ્યા વિનયથી શોભે છે જ્ઞાન એ ધ્રુવનો તારો છે. જે આમ તેમ આથડતાને રાહ ઉપર લાવે છે. જ્ઞાન એ દીપતો સૂરજ છે જે અંધારામાં અટવાએલાને પ્રકાશિત કરે છે. જ્ઞાન એ અમૃત છે જે વિકૃતિઓના ઝેરનો નાશ કરી ર્તિ-તાજગી-અમરતા બક્ષે છે. આવા મહાન જ્ઞાનને પામવા માટે બુદ્ધિ જોઈએ, પણ તેના કરતાં વધુ મહત્વની વાત એ છે કે જ્ઞાનને પચાવવા ભક્તિ જોઈએ. બુદ્ધિ વિના જ્ઞાન મળે નહીં. ભક્તિ વિના જ્ઞાન ફળે નહીં. જ્ઞાનદાતા ગુરૂની ભક્તિ-વિનાનું, કૃપા વિનાનું, વિનય વિનાનું જ્ઞાન તારકને બદલે મારક બને છે. જ્ઞાન લેતા પૂર્વે ગુરૂનો વિનય-ભક્તિ કરવાની વિધિ છે. તેમનું આસન પાથરવું, સારા ખાન-પાનથી તેમની ભક્તિ કરવી. તેમના મનની પ્રસન્નતા જાળવવી. તેમની સન્મુખ બેસવું, આંખોમાં આંખો પરોવવી, બહુમાન ભાવથી સાંભળવું, જ્ઞાન લીધા પૂર્વે અને પછી વંદના કરવા વિ.વિ... પૂર્વકાળમાં રાજકુમારો તપોવનમાં-ગુરૂકુળોમાં ભણતા, રાજકુમારો હોવા છતાં ગુરૂની તનતોડ સેવા કરતા. લાકડાના ભારા લાવવા, રસોઈ કરવી, ગુરૂના કપડા વાસણ સાફ કરવા, પગચંપી કરવી, તેમનો પડતો બોલ ઝીલવો. વિ.બધું જ કરતા, આ ભક્તિના પ્રભાવે બાર વર્ષે જ્ઞાનાર્જન કરી જ્યારે તેઓ બહાર નીકળતા ત્યારે તેમનો પ્રતાપ-અને પ્રભાવ અલૌકિક બની રહેતો, સર્વવિદ્યામાં કુશળ બનતા, આખું રાજ ચલાવવા સમર્થ બનતા, આ પ્રભાવ છે ભક્તિ-બહુમાનનો. ગૌતમાદિ અગ્યાર ગણધરો પરમાત્માને વંદન કરી ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને પ્રત્યેક પ્રદક્ષિણાએ પૂછે છે, “ભયવં ! કિં તત્ત ?" હે ભગવંત ! તત્વ શું છે ? પ્રભુ કહે- “ઉપૂઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા, વસ્તુમાં ઉત્પત્તિ છે, નાશ છે, અને ધ્રુવતા પણ છે,” આ ત્રણ પદમાંથી ગણધરો ...42...