________________ આ બધી જ સાધના સંસારવર્ધક બની, મારક બની. હવે તારક સાધના કરી માનવ અવતારને લેખે લગાડવાનો છે. ધર્મસાધના જ જીવનનું મંગલ સાધ્ય છે. તે સાધનાના પેટ્રોલથી જ જીવનની ગાડીને હંકારી શકાય છે. ધર્મસાધના કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે મનની સ્થિરતા, મન ચંચળ છે. તેની દોટ મેરેથોન છે. તેને રોકવું-પકડવું-સ્થિર કરવું મહાયોગીઓ માટે પણ દુઃસાધ્ય છે. તેથીજ આનંદઘનજી જેવાએ કહ્યું, મનડું કીમહી ન બાજે હો કુંથુજિન..મનડું, જિમ જિમ જતન કરીને રાખુ તિમ તિમ અળગુ ભાગે, માણસ આરામમાં હોવા છતાં મન દોડતું રહે છે. મનને કોઈ મંઝીલ નથી, કોઈ સીમા નથી, કોઈ લક્ષ્ય નથી, કોઈ ધ્યેય નથી, કોઈ સાધ્ય નથી. બસ દોડવું, આંખ મિંચિને વગર વિચાર્યું દોડ્ય રાખવું એ જ તેનો સ્વભાવ છે. મળે એટલું ઓછું લગાડવાની મનની પ્રકૃતિ છે. તેથી ઘણું મળવા છતાં ભિખારીપણું-માંગણવૃત્તિ જતી નથી. A King himself is a beggar when his kingdom does not satisfy him. સ્થિરતા નથી તેથી જ શાંતિ નથી, જ્યાં સ્થિરતા છે ત્યાં સમતા છે, ત્યાં સિદ્ધિ છે. | નદીનું પાણી સ્થિર છે ત્યાં સુધી શાંત છે. કાંકરી નાંખતા વમળો પેદા થતા ડહોળામણ શરૂ થઈ જાય છે. મનને તેના વિષયના Raw Material ની shortage ક્યારેય પડતી નથી. વિષયો મળતા જ રહે, વિચારધારા ચાલુ જ રહે, તદનુરૂપ દોડધામ ચાલુ ને ચાલુ જ રહે. અંગુલીમાલ નામનો ખુંખાર ડાકુ હતો, માણસનો હત્યારો હતો, માંસના લોંદા ખાનારો હતો, હત્યા કરેલા માનવોની આંગળીઓ કાપી તેની માળા 38...