________________ પૂર્વકાળના વૈદ્યો આ જળોનો ઉપયોગ કરતા હતા. દર્દીના અશુદ્ધ લોહી ઉપર જળોને બેસાડી દેવામાં આવે, તે અશુદ્ધ લોહીને ચુસી લે, તે લોહી જળોના શરીરમાં આવવાથી તે ઋષ્ટ-પુષ્ટ થઈ જાય છે. પછી તેના શરીરમાંથી લોહી કાઢવા માટે તેના શરીરને નિચોવવામાં આવે છે, ત્યારે તેની પીડા અસહ્ય હોય છે. જોનારને કમકમાટી છૂટી જાય એવી દયનીય તેની દશા હોય છે. લોહી પીવાના થોડા આનંદનું પરિણામ કેવું ભયંકર છે ? જોયું ને! જે પુષ્ટ થતો નથી તેને પીડા નથી. પુષ્ટ થાય તેને પીડા ભોગવ્યા વિના છુટકારો નથી. પુષ્ટનો અર્થ સમજી ગયા ને ? માત્ર શરીરથી જ પુષ્ટ નહીં, શરીરથી, ભોગથી, સમૃદ્ધિથી, માન સન્માનથી તમામ ક્ષેત્રે જે પુષ્ટ થાય છે, તે બધા માટે આ વાત સમજવી. શાસ્ત્રમાં અઍકારી ભટ્ટા નામની સ્ત્રીની પણ આવી જ કથા આવે છે. લગ્ન પૂર્વે જ પતિ સાથે તે શરત મુકે છે કે, “હું કહું તેમ તમારે કરવું પડશે. તો જ પરણું.” પતિ તેના રૂપમાં મોહિત હોઈ શરત માન્ય કરે છે. સ્ત્રી ગર્વિષ્ટ છે. અહંકારી છે. રૂપાળી છે પણ સ્વભાવની કર્કશ છે. કોઈ તેની સામે ચૂં કે ચા કરી શકે નહી, એટલે જ એનું નામ “અચ્યકારી ભટ્ટા' પડી ગયું હતું. લગ્ન બાદ ભટ્ટા કહે, તમારે નવ વાગ્યા પહેલા ઘેર આવી જવું. પતિએ આ વાત કબુલી, વર્ષોના વહાણા વિત્યા, રોજ બીકનો માર્યો પતિ સમયસર હાજર થઈ જતો. એકદા રાજના કામમાં રોકાયેલ હોવાથી મોડું થઈ ગયું. પત્નિ અકળાઈ ગઈ, પોતાનું વચન ન પાળ્યાનો ભયંકર રોષ પતિ ઉપર ઉતાર્યો, આગળ પાછળનો કોઈપણ વિચાર કર્યા વિના ઘરમાંથી નિકળી ગઈ. ખુબ રખડી, ખુબ હેરાન થઈ ગઈ, ખુબ ભુખ-તાપ-તડકા વેક્યા. ...34...