________________ એક મુદ્દાની આ અમુલ્ય વાત જો આજના કાળે સમજાઈ જાય તો રાજા સુરાજા બને, રાજ્ય સુરાજ્ય બને, પ્રજા આબાદ બને, સ્થિરતાઅખંડિતતા-બિનસાંપ્રદાયિકતા-નિર્ભયતા બધુ જ સહજ થઈ જાય, શરત એટલી છે ધર્મગુરૂ પરાર્થ રસિક અને નિઃસ્પૃહી જોઈએ, અને રાજા પ્રજારસિક અને આજ્ઞાંકિત જોઈએ. સમ્રાટોના માનપાનમાં અને મિલનોમાં જ ગળગળા થઈ જાય તે સાચા અર્થમાં સંત નથી. સમ્રાટોની ચાપલૂસી-કાકલૂદી કરનાર સાચા અર્થમાં સંત નથી. સમ્રાટોના પરિચય માત્રથી સ્વપ્રસિદ્ધિનો ડંકો વગાડનાર સાચા અર્થમાં સંત નથી. સંત અલિપ્ત હોય, નિરાળો હોય, સત્યશોધક અને આચારપ્રેમી હોય. * અકબરે એકવાર હીરસૂરિજીને પૂછેલ કે, મારે મીન રાશીમાં શનિની પનોતી બેઠી છે. તેમાંથી ઉગરવાની કોઈ જડીબુટ્ટી બતાવો, સમ્રાટ અને પરમભક્ત એવા અકબરની લેશમાત્ર શેહ-શરમ રાખ્યા વિના સૂરિજીએ સણસણતો જવાબ આપી દીધો કે “અમે સાધુ છીએ-જોષી નહી, “ધર્મચર્ચા અમારો વિષય છે, કર્મચર્ચા નહી, ધર્મ મર્યાદાના પગથીયા અમે ચુકીએ તો પતનની ઊંડી ખાઈમાં અમારે પણ ધરબાઈ જવું પડે.” ' સૂરિજીનો મર્યાદાપ્રેમ જોઈ અકબર અતિપ્રભાવિત થઈ ગયો, વણમાંગે પ્રધાનોની સામે મુતના ખડકલા કરતા સાધુઓને આ પ્રસંગ ઘણી શીખ આપી જાય છે. રાજા અને ગુરૂનો સંબંધ સ્વાર્થ નહી પણ પરાર્થ અને શ્રદ્ધાના તાંતણે બંધાએલો હોવો જરૂરી છે. હા, એમાં પણ અનેકાંત છે. ક્યારેક રાજાના રક્ષણાર્થે કોઈ પ્રયત્ન કરવા પણ પડે, અકબરને માથુ ફાડી નાખે એવી શિરો વેદના થઈ ત્યારે ભાનુચંદ્રમુનિએ મંત્રોના સ્મરણ પૂર્વક કપાળ ઉપર હાથ ફેરવ્યો અને એક ક્ષણમાં અસાધ્ય વેદના ગાયબ થઈ ગઈ. આ છે અનેકાંત, ક્યાંય સ્વાર્થની ગંધ ન જોઈએ. ..30...