________________ આપતા રહેતા. આમ, પાછલા બારણે આખુ દિલ્હીનું રાજ એક જૈનાચાર્યના આંખના ઈશારે ચાલતું. ન ભય, ન ભ્રષ્ટાચાર, ન કૌભાંડો, ન કાવાદાવા, ન સત્તાભૂખ, ન ટાંટીયાખેંચ, પ્રજા પણ નિર્ભય અને નિશ્ચિત, સુખ શાંતિમાં મહાલતી પ્રજાને નિહાળી રાજા પણ ખુશખુશાલ. બધુ જ પરિણામ હતુ સૂરિજીની કુનેહ બુદ્ધિનું. સૂરિજી નિસ્પૃહી હતા, તો સમ્રાટ શ્રદ્ધાળુ હતો. અકબર દ્વારા ભેટ રૂપે અપાતી સાહિત્યગ્રંથ પણ હીરસૂરિજીને પરિગ્રહ રૂપ લાગતો હોઈ ન સ્વીકાર્યો. આવી પરાકાષ્ટાની નિરિહતા જોઈને જ અકબરે તેમને “જગ_રૂ' નું બિરૂદ આપ્યું હતું. કેવો એ સુવર્ણકાળ હશે ! રાજાની પ્રસન્નતાનો પાર ન હતો, કારણ હીરસૂરિ જેવા ગુરૂ મળ્યા હતા. સૂરિ પણ આનંદિત હતા, કારણ અકબર જેવો આજ્ઞાંકિત શિષ્ય મળ્યો હતો. આવા સૂરિ અને સમ્રાટ જે પ્રજાને મળ્યા હોય તે પ્રજા કેટલી ખૂશખૂશાલ હોય ! કેટલી ધન્ય હોય ! અહીં વ્યક્તિભેદ-જાતિભેદ ભૂંસાઈ ગયો હતો, ધર્મભેદનો વિચાર પણ ગોત્યો જડે તેમ ન હતો. બે ગુણિયલ વ્યક્તિનો સંગમ હતો. રાજસત્તા અને ધર્મસત્તાનું સુભગ મિલન હતું. એક મુસ્લિમ રાજાના માથે જૈનધર્મગુરૂના અઢળક આશિષ હતા. સાથે રાજાના શાસન ઉપર ધર્મગુરૂનું અનુશાસન હતું. તેથી જ પર્યુષણના દિવસોમાં અહિંસાના ફરમાનો બહાર પડી શકતા, તેથી જ બકરી ઈદના દિવસે થતી ઘોર હિંસાઓ ઉપર મુસ્લિમ રાજમાં પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકાઈ જતો. ધર્મ વિહોણા રાજ્યનું પરિણામ બરબાદી સિવાય શું હોઈ શકે? ધર્મગુરૂની છત્રછાયા વિહોણા રાજાનું પરિણામ પણ “પતન” સિવાય શું હોઈ શકે ? અસંખ્યકાળનો ઈતિહાસ પણ કહે છે કે, રાજાના માથે ધર્મગુરૂ જોઈએ જ, જો રાજા મર્યાદા ચુકે તો ધર્મગુરૂ તેને ઠેકાણે લાવી શકે અને પ્રજાની બરબાદી અટકાવી શકે. ...29...