________________ અહીં બે તત્વ મહત્વની ભૂમિકા અદા કરે છે. એક અજ્ઞાનતા અને બીજુ અધિરાઈ, એક બાજુ, સુખ શાંતિ ક્યાં છે ? કેવી રીતે મળે ? એનુ વાસ્તવિક જ્ઞાન નથી, અને બીજી બાજુ આખી દુનિયાના સુખ શાંતિ આજે ને આજે સર કરી લેવા છે. કમાવાની આવડત ના હોય અને આજેને આજે કરોડપતિ થવાના કોડ હોય તેની હાલત કેવી થાય ? એવી આપણી દશા છે. અજ્ઞાનના અંધકારમાં સુખની દિશા મળતી નથી. અધીરાઈના ઉકળાટમાં નૈસર્ગિક સુખના દિવ્ય સંગીતનું શ્રવણ થતું નથી. જીવનનો સૂરજ અસ્તાચલ ઉપર ઢળવાની તૈયારીમાં હોય છે. માંદગી કે મોતના બિછાના ઉપર શરીર પોઢેલું હોય છે ત્યારે ભૂતકાળ આંખ સામેથી સરકતો જાય છે. ત્યારે આનુભવિક જ્ઞાનચક્ષુનો ઉઘાડ થતો જાય છે, અને સમજાય છે કે જેની માટે આખી જીંદગી કાળી મજૂરી કરી છતાં આજે હાથમાં કશુંજ નથી. એટલે મારો માર્ગ જ અવળો હતો. જે શાંતિની ઝંખના હતી તે વગર મહેનતે આજે મોતના બિછાને સામે ચડીને આવી ઉભી છે. કારણ આજે મનમાં ઉકળાટ નથી. અંધકાર હોય ત્યાં માર્ગ મળે નહી. અધિરાઈ હોય ત્યાં માર્ગ સુઝે નહી, અંધકાર મંઝિલને દેખવા ન દે, અધિરાઈ મંઝીલ ને પામવા ન દે, રાજાના મનમાં અધિરાઈ હતી. અજંપો હતો, મન Disturb હતું. એટલે બાજુમાં જ વહેતી નદીનો અવાજ કર્ણપટ સુધી પહોચી ના શક્યો. મન તોફાની છે. ઘોંઘાટીયુ છે. શાંતિ સાથે તેને જન્મજાત શત્રુતા છે. We live in the mind, and the mind is so noisy that it does not allow us to hear the still. સરોવરનું જળ જ્યાં સુધી ડહોળાએલું છે, પવનના તરંગોથી તરંગીત હોય છે, ત્યાં સુધી ચંદ્રનું-તારાઓનું પ્રતિબિબ તેમાં અવતરતુ નથી. જલ ...17...