________________ અવસ્થાઓને નહી, આત્માને નજર સામે રાખો યાત્રા આપણી આજકાલની નથી અનંતની છે. આનું અવલોકન કરવુ હોય તો આંતરદ્રષ્ટિ ઉઘાડવી પડે. બાહ્ય ચિત્રાવલોકમાંથી પર થઈ અંદર ડુબકી મારવી પડે. વર્તમાન અવસ્થા ક્ષણિક છે. ક્ષણે ક્ષણે પરાવર્તન પામતી છે. કાચના દુરબીનમાં પળે પળે બદલાતા ચિત્રો જોઈ બાળકો ભૂ૪ તેમ સંસારના નાટકમાં પ્રતિક્ષણ પરિસ્થિતિઓ પલટાતી રહે છે. ન ધારેલું થઈ જાય. ધારેલું લાખ પ્રયત્ન કરવા છતાં ના થાય. બાહ્ય અસ્તિત્વ ક્ષણિક છે. ભ્રામક છે. હું રાજા છું. પ્રાઈમ મિનિસ્ટર છું. પ્રધાન છું. કોર્પોરેટર છું. નેતા છું. આ બધા પર્યાયો ક્ષણજીવી છે. શાશ્વત પર્યાય છે કે - હું આત્મા છું. ભૂત-ભાવીની પલટાતી અવસ્થાઓ વચ્ચે છુપાએલો હું શુદ્ધ આત્મા છું. સારા નરસા કાર્યોને અનુરૂપ સુખ-દુઃખનો ભોક્તા હું આત્મા છું. પરિસ્થિતિઓ પલટાય છે આત્મા અચલ છે, તો સ્થિર એવા આત્માની ઉપાસના છોડી અસ્થિર એવી બાહ્ય અવસ્થાઓને શા માટે મહત્ત્વ આપવું? નાનકડી જીંદગીમાં અરમાનોના મિનારા ઉભા કરીએ છીએ, મોટા પ્લાનો અને જાયન્ટ પ્રોજેક્ટો ઉભા કરીએ છીએ. સાત પેઢી સુધી ખાતા ખૂટે નહીં એટલું ભેગુ કરી લેવાની ગાંડી ભૂતાવળના ભોગ બન્યા છીએ. પણ કર્મસત્તા કે કુદરત આશાઓના આ મિનારાઓને એક ક્ષણમાં જમીનદોસ્ત કરી નાંખે છે. વર્ષોની મહેનતે તૈયાર થએલા અદ્ભૂત Paintings ઉપર કોક ગાંડ્યો કલરની પીંછી ફેરવી દે તો ચિત્રકારની હાલત કેવી થાય ? કર્મસત્તા ગાંડ્યા જેવી છે. આપણી કલ્પનાઓના ચિત્રામણ ઉપર કલરનો ડબ્બો ઢોળી દેવામાં તેને આનંદ આવે છે, એટલે જ વર્તમાનનો વિચાર છોડી અનંતને નજર સમક્ષ લાવવાની જરૂર છે. અવસ્થાઓનો વિચાર છોડી આત્માને નજર સમક્ષ લાવવાની જરૂર છે. ...23...