________________ સત્તાનું સિંહાસન ગુણરામદ્ધિથી શોભે આજે સત્તાની-ખુરશીની બોલબાલા છે. સેવાનો આદર્શ લગભગ લુમ થઈ ગયો છે. સેવાના નામે સત્તા મેળવી સમૃદ્ધ થવાની એકમાત્ર લગન સર્વત્ર દ્રષ્ટિગોચર થાય છે. પછી તે રાજકીય સંસ્થા હોય, સામાજીક સંસ્થા હોય કે ધાર્મિક સંસ્થા હોય. આપણે નિસ્વાર્થ સેવાના આદર્શને પુનર્જીવિત કરવાનો છે. સમૃદ્ધિ કે સ્વાર્થકંદ્રિત સત્તા ક્ષણજીવી હોય છે. સેવાલક્ષી સત્તા જ ચિરસ્થાયી બને છે. સ્વાર્થલક્ષી સત્તાના મૂળમાં માયા પ્રપંચ કાવાદાવા હોય છે. પરાર્થલક્ષી સત્તાના મૂળમાં નિર્ભેળ પ્રેમ અને કરૂણા વણાએલી હોય છે. સ્વાર્થપરાયણ સત્તાથી લાકડાના સિંહાસન ઉપર સ્થાન મળી જાય પણ સેવા પરાયણ સત્તાથી લોકોના હૃદય સિંહાસન ઉપર સ્થાન મળી જાય છે. સેવાના પૂજારીને સત્તા સર કરવા લોકોના વોટની ભિખ માંગવાની જરૂર નથી કે નથી જરૂર નોટની થોકડીઓ ફેકી લોકોને આકર્ષિત કરવાની. સેવા એ સેવા છે. સેવક એ સેવક છે. સ્વાર્થની બદબુથી ગંધાતી સત્તા રાજા અને પ્રજા ઉભયનું નિકંદન કાઢી નાંખે છે, જ્યારે નિઃસ્વાર્થ સેવાની સુવાસથી મધમધાયમાન સત્તા રાજા અને પ્રજા બંનેનું ઉત્થાન કરે છે. આપણે લાકડાના ડગમગતા સિંહાસન ઉપર નહી પણ લોકોના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન થઈ સામ્રાજ્ય ચલાવવાનું છે. * તે માટે, ભયંકર હાલાકી ભોગવતી પ્રજાના દુઃખમાં સહભાગી થવુ પડે. * તે માટે, ગરીબોની આંખમાંથી વરસતા ઊના ઊના આંસુઓ લુસવા પડે. * તે માટે, ભુખમરાથી કણસતા ને ફુટપાથ ઉપર સુતા ભુખ્યાજનોના જઠ્ઠરાગ્નિને ઠારવા પડે. ...ર૦...