________________
in
s isus તીર્થની યાત્રા વિદ્યાના બળથી કરતા હતા. તા.
આ ગિરિ પર વીસ તીર્થંકરો નિર્વાણ પામ્યા, તેમાં શ્રી પાર્શ્વનાથજી અંતિમ હતા. તેથી આ પહાડને ‘પારસનાથ હિલ” અથવા તો “પાર્શ્વનાથ પહાડ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
શરણદેવના પુત્ર વીરચંદે વિક્રમ સંવત ૧૩૪૫માં પોતાના સમગ્ર પરિવાર સાથે આ.ભ.શ્રી પરમાણંદસૂરીજીના વરદ હસ્તે સમેતશિખર તીર્થમાં પ્રતિષ્ઠા કરાવી હતી. વિક્રમ સંવત ૧૬૭)માં આગ્રાના કુરપાલ, સોનપાલ શેઠે સંઘ સહિત આ તીર્થની યાત્રા કરી હતી. આ પર્વત સમુદ્રની સપાટીથી ૪૪૮૧ ફૂટ ઊંચો છે. ભોમયાજી મંદિરથી પર્વત ઉપર ચઢવા સાંકડો માર્ગ બાંધવામાં આવ્યો છે. બધી ટૂંકોની યાત્રા કરીને નીચે આવતાં ૧૮ માઈલનો રસ્તો થાય છે. અઢારમી ટૂંકમાં કોટયુક્ત ભવ્ય અને વિશાળ શિખરબંધી જિનાલય છે. તેની પાસે કુંડ હોવાથી તે જલમંદિર પણ કહેવાય છે. આ જિનાલયના મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી શ્યામ વર્ણના છે. પાર્શ્વનાથ પ્રભુ જ શ્રી સમેત શિખર પાર્શ્વનાથના નામથી ઓળખાય છે. આખા પર્વત પર અન્ય ટૂંકોમાં માત્ર ચરણપાદુકાઓ છે. માત્ર ૧૮મી ટૂંકમાં જ જિનબિંબો બિરાજમાન છે. શ્રી સમેતશિખર પાર્શ્વનાથ પ્રભુનું આ દર્શનીય અને મનોહારી બિંબ વિક્રમ સંવત ૧૮૨૨ના વૈશાખ સુદ-૧૩ ના ખુશાલચંદે ભરાવ્યું. આચાર્ય ભગવંત શ્રી સકલસૂરીજી મહારાજે તેની પ્રતિષ્ઠા કરી હતી.
[ આ તીર્થની ૩૧મી ટૂંકને મેઘાડંબર ટૂંક પણ કહેવાય છે. આ ટૂંક ઉપર બે માળનું શિખરબંધી દર્શનીય જિનાલય છે. આ સ્થાન પર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નિર્વાણ થયું હતું.
આ તીર્થની પ્રશસ્તિ અનેક આચાર્ય ભગવંતો તથા કવિઓએ પોતાની રચનાઓમાં કરી છે.
શ્રી સમેતશિખર પાર્શ્વનાથ